અમદાવાદ : બોપલના ભાજપ કોર્પોરેટર મહેશ પટેલની દાદાગીરી, યુવકને માર મારી લોહીલુહાણ કર્યો

0
0

અમદાવાદ: બોપલ-ઘુમા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર મહેશ પટેલ સહિત 6 શખ્સોએ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કોર્પોરેટર મહેશ પટેલ અને અન્ય શખ્સોએ ઘુમાની આરોહી ક્લબમાં સોસાયટીના વહીવટ બાબતે યોજાયેલી બેઠકમાં યુવક પર હુમલો કરી તેને લોહીલુહાણ કર્યો હતો. આ સમગ્ર ઘટના ક્લબમાં લાગેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ છે. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

વહીવટને લઈ સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી
ઘુમા આવેલા આરોહી કલ્બમાં ગઈકાલે સોસાયટીના વહીવટને લઈ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં બોપલ-ઘુમા નગરપાલિકાના ભાજપ કોર્પોરેટર મહેશ પટેલ, સુરેશ જોયતારામ પટેલ, વિકાસ કાંતિલાલ પટેલ, ધર્મેશ પટેલ તેમજ શિવાલિક સોસાયટીમાં રહેતા સ્નેહલ પટેલ હાજર હતા. તે દરમિયાન વહીવટને લઈ સ્નેહલ પટેલ અને મહેશ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હતી. તમામે ભેગા મળી સ્નેહલ પટેલને માર માર્યો હતો. જેમાં સ્નેહલને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બોપલ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here