અમરેલી જિલ્લા મા ગરમીના પારાની સાથે આપઘાત ની ઘટનામા વધારો થઈ રહેલ છે.જેમાં ધારીના છતડીયા ગામના એક યુવાનને કામ ધંધો મળતો ન હોવાના કારણે ગામના પાણીનાં ટાંકામા ઝપલાવીને અને સાવર કુંડલા ના એક યુવાનના લગ્ન ન થવાથી એકલવાયા જીવન થી કંટાળી જઇ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધેલ.
પ્રાપ્ત વિગત મુજબ ધારીના છતડિયા ગામના પાણીના ટાકા માંથી ગઈ કાલે તેજ ગામના જયસુખ વલ્લભભાઈ થળેસા ઉ.૩૫ ની લાશ મળી આવેલ હતી.જે ઘટનામાં આ યુવાનને કામધંધો મળતો ન હોવાના કારણે પતિ પત્ની વચ્ચે અવાર નવાર બોલાચાલી થતી હતી.કામધંધા વગર કંટાળેલા યુવાને ગામના પાણીના ટાકામા ઝંપલાવી આપઘાત કરી લીધાનું તેના ભાઈએ પોલીસમાં જાહેર કરેલ હતું.બીજી ઘટનામા સાવરકુંડલાના દેવળાંગેટ બાવાવાળું નાકુમાં રહેતા રાજુ ખુશાલભાઈ વાળા ઉ.૪૦ વાળા યુવાનના લગ્ન થયેલ ન હોવાથી એકલવાયા જીવન થી કંટાળી જઇ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું તેના ભાઈએ પોલીસમાં જાહેર કરેલ હતું.