વડોદરા : યુવકે લગ્નની લાલચ આપીને યુવતી સાથે 2 વર્ષ સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી

0
0

વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને 2 વર્ષ સુધી ઘરમાં રાખીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

એક જ કંપનીમાં કામ કરતા યુવક-યુવતીને પ્રેમ થયો

વડોદરા શહેરની યુવતી અને વડોદરાના વાસણા-ભાયલી રોડ પર 103, ડિવાઇન હાર્મની સોસાયટીમાં રહેતો યુવાન અભિષેક હિતેશકુમાર ઠક્કર અલકાપુરી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ દરમિયાન યુવતી અને યુવક અભિષેક વચ્ચે મિત્રતા થઇ હતી. બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ત્યારબાદ અભિષેકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેના ઘરમાં રાખી હતી અને 2 મે, 2018થી લઇને 13 સપ્ટેમ્બર, 2020 દરમિયાન યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યુ હતું.

હું પરિણિત હતી, તેને મારા છુટાછેડા કરાવીને લગ્ન જીવન તોડાવી નાખ્યું

યુવતીએ આપેલી ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, હું અને અભિષેક અલ્કાપુરીની એક કંપનીમાં સાથે નોકરી કરતા હતા. અમે બંને બે વર્ષથી એક બીજાને ઓળખીએ છીએ. તે સમયે અમે બંને મિત્રો હતા. હું પરિણિત હતી. મારા પતિ પાસેથી અભિષેકે છુટાછેડા લેવડાવ્યા હતા અને મને મોટા મોટા સપનાઓ બતાવીને અમારા સુખી લગ્ન જીવન તોડાવી નાખ્યુ હતું. મને આરોપીના કાકીના ઘરે માંજલપુર ભાડાના મકાનમાં આઠ મહિના રાખી હતી. અભિષેકના ઘરના લોકોને અમારી મિત્રતાની જાણ થતાં બોલાચાલી થઇ હતી. તેમ છતાં અભિષેકે મને ભગાડીને 24 એપ્રિલ, 2018ના રોજ ગોવા લઇ ગયો હતો. મે લગ્ન બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે, હાલ આપણે કોઇ ખરાબ સંબંધ બાંધીશું નહીં, પહેલા વડોદરા જઇને લગ્ન કરીશું, હું મારા માતા-પિતાનો એકનો એક પુત્ર છું, હું કહીશ તે જ ઘરમાં થશે એજ પ્રમાણે તેના માતા-પિતાએ અમને સ્વીકારી લીધા હતા અને ઘરે બોલાવી લીધા હતા.

અભિષેકે મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા

અભિષેકના ઘરે ગયા બાદ મારૂ નામ પણ બદલી નાખ્યુ હતું. મે લગ્નની વાત કરતો તેણે થોડો સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે, તું અમારા ઘરની વહુ થઇને આવી છે તો લગ્ન તો થઇ જ જવાના છે. જેથી મે તેના પર વિશ્વાસ મૂક્યો હતો. અભિષેકે મારી સાથે શારીરીક સંબંધ બાંધવાની વાત કરતા મે કહ્યું હતું કે, તું લગ્ન બાદ સંબંધ બાંધવાનું કહેતો હતો, ત્યારે તેણે કહ્યું હતું કે, લગ્ન તો સમજ થઇ જ ગયા છે. ખાલી વિધિ કરવાની બાકી છે, તેમ છતાં અમે વારંવાર ના પાડવા છતાં અભિષેકે મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. મે વારંવાર લગ્ન બાબતે પૂછતા અભિષેક યોગ્ય જવાબ આપતો નહોતો અને મારી મરજી વિરૂદ્ધ બળાત્કાર કરતો હતો.

મારી જિંદગીમાં કમાયેલી તમામ આવક તેની પાછળ વાપરી નાખી

મે ઘરની સંપૂર્ણ જવાબદારી વિભાવતા ઘરનું કામકાજ કરતી અને મારો 25 હજાર રૂપિયા પગાર પણ તેને આપી દેતી હતી. તેની નોકરી છૂટી જતા ઘરના ઇએમઆઇ પણ મારા પગારમાંથી ભરતા અને ઘર ચલાવતા હતા. મે મારી જિંદગીમાં કમાયેલી તમામ આવક તેની પાછળ વાપરી નાખી છે.

બીજી યુવતી સાથે પ્રેમ થઇ જતા મને ઘરમાંથી કાઢી મૂકી

13 સપ્ટેમ્બર, 2020ના રોજ મને ખબર જાણવા મળ્યું હતું કે, અમારી સાથે નોકરી કરતી યુવતી સાથે અભિષેકે પ્રેમ સંબંધ બાંધ્યા છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. જેથી મે આ બાબતે અભિષેકને પૂછ્યું તો તેને કહ્યું હતું કે, હું યુવતીને છોડવાનો નથી. તારે રહેવુ હોય તો રહે, જવુ હોય તો જા. મે ક્યાં તારી સાથે લગ્ન કર્યાં છે. આ બાબતે અમારા બંને વચ્ચે રોજ તકરાર થતી હતી, તે મારી સાથે વાત કરતો નહીં, ત્યારબાદ 20 સપ્ટમ્બરના રોડ મને તમામ સામાન સાથે અભિષેકે ઘરમાંથી બહાર ફેંકી દીધી હતી. અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી હું ખુબ જ ગભરાઇ ગઇ હતી. જેથી આ મામલે અભિષેક ઠક્કર સામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી

પોલીસે આરોપી યુવાન સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી છે. તાલુકા પોલીસ સ્ટેશનના PSI આર.કે. રાઠવા આ કેસની તપાસ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here