Friday, August 6, 2021
Homeસુરત : અડાજણ : સલૂનમાં બ્યૂટિશિયને પ્રેમ સંબંધ રાખવા ઈન્કાર કરતાં યુવકે...
Array

સુરત : અડાજણ : સલૂનમાં બ્યૂટિશિયને પ્રેમ સંબંધ રાખવા ઈન્કાર કરતાં યુવકે ધમકી આપી.

અડાજણમાં આવેલા બ્યૂટી સલૂનમાં કામ કરતી બ્યૂટિશિયન તેની મિત્ર સાથે બેઠી હતી એ દરમિયાન તેનો ભૂતપૂર્વ પ્રેમી આવ્યો હતો. પાંચેક વર્ષથી પિતરાઈ સાથે સંબંધ હોય હવે બ્યૂટિશિયનને રાખવો નહોતો. જેથી ઉશ્કેરાયેલા યુવકે તેને ધમકી આપી હતી. મારી નાખવાની ધમકી આપવાની સાથે સાથે મોબાઈલ અને સલૂનના ટેબલનો કાચ તોડી નાખ્યો હતો. જેથી આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરાતા પોલીસે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

મનમેળ ન થતાં સંબંધ તૂટી ગયો હતો

જયેશ અમૃત પટેલ (ઉ.વ. 27 રહે. દિનદયાળ સોસાયટી, જલારામ ખમણની સામે, પાલનપુર પાટિયા) સાથે બ્યૂટિશિયનને પ્રેમ સબંધ હતો. પરંતુ બંને વચ્ચે મનમેળ નહીં રહેતા બ્યૂટિશિયને પ્રેમ સબંધ રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમ્યાનમાં ગત સાંજે 7 વાગ્યાના અરસામાં બ્યૂટિશિયન તેની સાથે કામ કરતી યુવતી સાથે હતી. બન્ને સલૂનમાં એકલા હતા ત્યારે જયેશ જબરજસ્તી સલૂનમાં ઘુસી ગયો હતો. અંદર આવી જયેશે કહ્યું કે પેલા કેસનું શું કરવાનું છે. પછી ઝઘડો કરી ચપ્પુ વડે બાનમાં લઇને ધમકી આપતા કહ્યું કે, હું રોજ તારો પીછો કરૂ છું અને તું શું કરે છે તે બધી મને ખબર છે, તને રસ્તામાં કયાંક મારી નાંખીશ તો કોઇને ખબર પણ નહીં પડવા દઉં..

પોલીસે આરોપીને ઝડપી લીધો

સલૂનમાં બ્યૂટિશિયનને ધમકી આપ્યા બાદ સલૂનના કાઉન્ટર પરનો કાચ અને મોબાઈલ જયેશે ગુસ્સામાં તોડી નાખ્યાં હતાં. જેની જાણ બ્યૂટિશિયને ફોન પર સલુનના માલિકને કરતા તેમણે પોલીસને જાણ કરી હતી. ઘટના અંગે બ્યૂટિશિયનએ જયેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જયેશની અટકાયત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments