અમદાવાદ : યુવકે કોલેજિયન યુવતીને નસ કાપવાની ધમકી આપી સ્નેપચેટ પર વીડિયો કોલ કર્યો, પ્રાઈવેટ પાર્ટ બતાવવાની જીદ કરી વીડિયો રેકોર્ડ કરી દીધો

0
5

સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશીપ કરવાનું અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતી કોલેજિયન યુવતીને ભારે પડ્યું છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જો વીડિયો કોલ નહીં કરે તો હાથની નસ કાપી સ્યુસાઇડ કરી લેશે તેવી ધમકી આપી હતી. ધમકીથી ડરીને યુવતીએ સ્નેપચેટ પર વીડિયો કોલ કર્યો હતો. યુવકે યુવતીને પ્રાઇવેટ પાર્ટ બતાવવાની જીદ પકડી હતી. યુવકે આ વીડિયો રેકોર્ડિંગ કરી લીધો હતી. બાદમાં લગ્ન કરવાનું કહ્યું હતું જો લગ્ન નહીં કરે તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતા યુવતીએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

ઈન્ટ્રાગ્રામની ફ્રેન્ડશીપ પછી બંનેની મુલાકાતો પણ થઈ હતી

શહેરનાં રખિયાલમાં રહેતી એક 24 વર્ષીય યુવતી GLS કોલેજમાં અભ્યાસ કરે છે. દસેક મહિના પહેલાં આ યુવતીને ફૈઝલ ઉર્ફે બાબા નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો. બંને એકબીજાને મળવા પણ લાગ્યા હતાં. સપ્ટેમ્બર મહિનામાં યુવકે યુવતીને ફોન કરીને કહ્યું કે, “હું ફૈઝલ બોલું છું, તમે મારી સાથે વીડિયો કોલથી વાત કરો, જો વીડિયો કોલથી વાત નહીં કરો તો હું આપઘાત કરી લઈશ”. જેથી ગભરાયેલી યુવતીએ તેની સાથે વાત કરી હતી. ફૈઝલે યુવતીને સ્નેપચેટ પર વીડિયો કોલ કરતાં પોતાના ગુપ્ત અંગો બતાવવાનું કહ્યું હતું. યુવતીએ ગભરાઈ શરીરના ઉપરનો ભાગ બતાવ્યો હતો.

યુવતીના નાનાએ રખિયાલ પોલીસને અરજી કરી હતી

થોડાંક દિવસો બાદ આ યુવકની માતા અને નાની તે યુવતીના ઘરે આવ્યા હતાં અને યુવતી સાથે તેમના પુત્રનાં લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે યુવતીએ તે યુવકના પરિવારજનોને ના પાડતા તે યુવક આવેશમાં આવી ગયો અને બાદમાં વીડિયો કોલથી કરેલી વાતમાં તે યુવતીએ દેખાડેલા ભાગને લઇ વીડિયો કોલ રેકોર્ડિંગ કર્યો હોવાનું કહ્યું હતું. આ રીતે તે યુવતીને બ્લેકમેઈલ કરી હતી. જેથી તે યુવકે આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી અને જો લગ્ન નહીં કરે તો હું આપઘાત કરી લઇશ. તેમજ યુવતીને બદનામ કરી દેવાની પણ ધમકી આપતા યુવતીના નાનાએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેથી આ સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયાને સંબંધિત ફ્રોડથી બચો

સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, આજકાલ લોકો સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે. કોઇ વેપાર માટે તો કોઇ મનોરંજન માટે, કોઇ ગપશપ કરવા માટે તો કોઇ નવા નવા મિત્રો બનાવવા માટે WhatsApp, Facebook, Instagram, Twitter, YouTube, snapchat જેવી એપ્લિકેશન વડે સતત એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પરંતુ અહીં પણ તમારી સાથે છેતરપિંડી કરવા માટે ઘણા અસામાજીક સાયબર તત્વો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જેમ કે, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના નામે ફેક પ્રોફાઇલ બનાવવી, સોશિયલ મીડિયા પર અન્ય વ્યક્તિના પ્રોફાઇલ પેજ હેક કરવા કે અન્ય કોઇ વ્યકિતના ફોટો કે વીડિયો બિનઅધિકૃત રીતે અપલોડ કરવા, અન્ય કોઇ વ્યકિત વિશે અપશબ્દોનો ઉપયોગ, બીભત્સ ભાષા, સાહિત્ય કે પોર્નોગ્રાફી, સાયબર બુલિંગ, ફેક ન્યૂઝ કે ખોટી અફવા ફેલાવવી, ધર્મ, જાતિ, ભાષા કે પ્રાંતને નિશાન બનાવી અન્યની લાગણીને ઠેસ પહોંચાડવી તેમજ તે પ્રકારની માહિતી, ફોટા કે વીડિયો અપલોડ કરવા, ટેગ અથવા શેર કરવું પણ ગંભીર ગુનો બને છે. સોશિયલ મીડિયાથી થતા નુકશાનની સાથે તેના સાચા ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવી સાયબર ક્રાઈમનો ભોગ બનતાં અટકાવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here