સુરતમાં વ્યાજખોરો બેફામ : યુવકને પરિવાર સાથે જાહેરમાં માર્યો માર, ઘટના CCTVમાં કેદ

0
9

વ્યાજખોરોનો આતંક ! વ્યાજ ન ચૂકવી શકનાર યુવક અને પરિવારને જાહેરમાં બેરહેમીથી માર માર્યો

હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ, વરાછા પોલીસે હાથ ધરી તપાસ

સુરતમાં વ્યાજખોરો બેફામ હોય તેવી એક તસવીર સામે આવી છે જેમાં વ્યાજ ન ચૂકવી શકનાર યુવકને જાહેરમાં માર મારી રહ્યા છે. વાત છે વરાછા વિસ્તારની..જ્યાં વ્યાજખોરોની ગુંડાગર્દી સામે આવી છે. મળતી વિગત મુજબ, હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકે વ્યાજે રૂપિયા લીધા હતા. પરંતુ લૉકડાઉનને કારણે તે વ્યાજ ચુકવી શક્યો નહતો. હવે વ્યાજ ન મળવા વ્યાજખોરોએ યુવક અને તેના પરિવાર પર હુમલો કર્યો છે.

10 ટકાના દરે વ્યાજ ન મળતા વ્યાજખોરોએ હુમલો કર્યો હતો. હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હવે વરાછા પોલીસે આ અંગે આગળની તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસ મુજબ સુરતના વરાછા વિસ્તારમાં રીવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા યુવરાજસિંહ રામભાઇ પરમાર ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરિવારમાં રૂપિયાની જરૂર હોવાથી તેમણે વ્યાજખોરો પાસેથી 30 હજાર રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. જોકે, રૂપિયા લીધા બાદ લૉકડાઉન આવી જતા ડાયમંડ ઉધોગ બંધ થઈ ગયો હતો.

આ કારણે યુવક વ્યાજ ચૂકવી શક્યો ન હતો. લૉકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે હજુ ઉદ્યોગ શરુ થાય એ પહેલા વ્યાજખોરો આ યુવાનને ત્યાં ઘસી આવ્યા હતા. લૉકડાઉન દરમિયાન વ્યાજ ન મળતા વ્યાજખોરોએ યુવાને જાહેરમાં બેરહમીપૂર્વક માર માર્યો હતો

જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના બાદ તેમણે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here