Wednesday, September 29, 2021
Homeવડોદરા : પરિણીતાને પ્રેમસંબંધમાં ફસાવી દુષ્કર્મ, યુવક ઝડપાયો
Array

વડોદરા : પરિણીતાને પ્રેમસંબંધમાં ફસાવી દુષ્કર્મ, યુવક ઝડપાયો

શહેરના ગોત્રી વિસ્તારમાં પરિણીત યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યા બાદ તેના અશ્લીલ વીડિયો અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનારા યુવક સામે ફરિયાદ નોંધાતાં ગોત્રી પોલીસે દુષ્કર્મ કરનારા પ્રજ્ઞેશ પરમારને ઝડપી લીધો હતો.

ગોત્રી વિસ્તારની 28 વર્ષીય પરિણીત યુવતી અને 2 બાળકોની માતાએ પ્રજ્ઞેશ પરમાર નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી કે, 2019માં પ્રજ્ઞેશ તેના મકાનની સામે રહેતો હતો અને તેણે યુવતીને તેનો નંબર આપ્યો હતો. ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને યુવતીનો પતિ ઘેર ન હોય ત્યારે તેના ઘેર આવી દુષ્કર્મ કર્યું હતું. જોકે પ્રજ્ઞેશે બંનેએ સાથે ગાળેલી એકાંતની પળોના અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા.

જે તે સમયે આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ સમાધાન પણ થયું હતું. તે પછી એક વર્ષ પછી તેણે રડતાં રડતાં ફોન કરી એક વાર મળવાનું કહેતાં યુવતીએ તારી સાથે કોઇ સંબંધ રાખવો નથી તેમ જણાવ્યું હતું અને તેનો નંબર ડિલીટ કરી દીધો હતો છતાં તે વારંવાર મેસેજ કરતો હતો. ત્યારબાદ યુવતીએ તેને પ્રેમ સંબંધ રાખવાનો ઇન્કાર કરતાં પ્રજ્ઞેશ ઉશ્કેરાયો હતો અને જો તું સંબંધ નહીં રાખે તો તારા અશ્લીલ ફોટા અને વીડિયોને વાઇરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ 2 મહિના પહેલાં પણ રાત્રે દોઢ વાગે પ્રજ્ઞેશ યુવતીના ઘેર આવ્યો હતો અને ફોટા અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ ફરીથી દુષ્કર્મ કર્યું હતું.

યુવતીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં ગોત્રી પીઆઇ એસ.વી.ચૌધરીએ ફરાર પ્રજ્ઞેશ પરમારને ઝડપી લીધો હતો.આમ, પડોશમાં રહેતી પરણીત મહિલા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડી પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments