સુરત : દારૂની મહેફિલ માણ્યા બાદ સૂતેલી હાલતમાં જ યુવાનને ત્રણ જણાંએ ચપ્પુના ઘા મારી પતાવી દીધો

0
0

શહેરના લિંબાયત વિસ્તારમાં એક યુવાનને સૂતેલી હાલતમાં જ ત્રણ જણાંએ ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો. મૃતક મછિન્ડરના ભાઈએ જણાવ્યું હતું કે, બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ મછિન્ડરનો ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે મછિન્ડર બનેવીના ભાઈ સહિત ત્રણ જણા સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવી સૂઈ ગયો હતો. દરમિયાન બનેવીના ભાઈ સહિત ત્રણ યુવાનોએ મછિન્ડરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

ઝૂંપડામાં રહેતો યુવક બંગારના કામકાજ સાથે સંકળાયેલો હતો
(ઝૂંપડામાં રહેતો યુવક બંગારના કામકાજ સાથે સંકળાયેલો હતો)

 

છાતી અને ગળા પર ચપ્પુ ઘા મારી પતાવી દીધો

મળતી માહિતી પ્રમાણે, લિંબાયત વિસ્તારમાં આવેલી નીલગીરી સર્કલ નજીક ઝૂંપડપટ્ટીમાં મછિન્ડર શંકર બોસલે(ઉ.વ.26) પરિવાર સાથે રહેતો હતો. પહેલી પત્નીના બે સંતાન અને પહેલી પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્નને 3 વર્ષ થયા છે. ભંગારના કામકાજ સાથે સંકળાયેલો હતા અને દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. મછિન્ડરના ભાઈ અનિલે જણાવ્યું હતું કે, ગત રોજ બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે બનેવીના ભાઈ દિનેશ, તેજા અને રામાં સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવીને સૂઈ ગયો હતો. દરમિયાન આ ત્રણેય જણાએ રાત્રે ઝૂંપડામાં ઘૂસી મછિન્ડરને છાતી અને ગળા પર ચપ્પુ ઘા મારી પતાવી દીધો હતો.

બનેવીને સમજાવવા ગયા બાદ રાત્રે હત્યા

વધુમાં જણાવ્યું હતું કે, બનેવી સાથે થયેલા ઝઘડામાં બનેવીના ભાઈ સહિત ત્રણ જણાઓ થઈને મછિન્ડરની હત્યા કરી નાખી છે. બનેવીને સમજાવવા ગયા બાદ રાત્રે તેની હત્યા કરવામાં આવી છે. હાલ તો ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here