શાહપુર : મામલો થાળે પાડવા વચ્ચે પડેલા યુવકને રહેંસી નાખ્યો, ત્રણ આરોપીઓની ધરપકડ

0
7

અમદાવાદના શાહપુરમાં એક હત્યાની ઘટના સામે આવી છે. ઝઘડાની થાળે પાડવા વચ્ચે પડતાં યુવકને આરોપીઓએ રહેંસી નાખ્યો હતો. આ મમલે શાહપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. આરોપીઓએ એટલી ક્રૂરતા પૂર્વક છરીના ઘા માર્યા હતા કે મૃતકને છાતીમાંથી લોહીના ફુવારા નીકળવા લાગ્યા હતા.

ઘટનાની વિગત મુજબ, શાહપુર વિસ્તારમાં 33 વર્ષીય જહીરૂદીન સૈયદ સિલાઈકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. શનિવારે રાતે પોતાનું કામ પૂરું કરી ઘરે હતા. બાદમાં મહોલામાં ભાઈ સાથે ઉભા હતા ત્યારે ફિરોઝ, આયુબ, રિઝવાન આ ત્રણ શખ્સ મિત્રને મારી રહ્યા હતા અને જહીરૂદીન આ ઝઘડો શાંત કરવા વચ્ચે પડી મામલો થાળે પડી રહ્યો હતો. ત્યારે જ ફિરોઝ અને આયુબ એ મૃતકને પકડી રાખી રિઝવાન નામના શખ્સે છાતી ના ભાગે છરી નો ઘા માર્યો હતો. જેના કારણે યુવકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

પરિવારને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી ઝહીરૂદીન સૈયદને હોસ્પીટલમાં ખસેડવામાં આવતા ડોકટરે મૃત જાહેર કર્યો હતો. ત્યારે મુખ્ય આરોપી ફિરોઝ આ અગાઉ પણ હત્યાના ગુના સહિત અન્ય ગુનામાં જેલના સળિયા પાછળ જઈ ચુક્યો છે. શાહપુર પોલીસે તાત્કાલિક હત્યામાં સંડોવાયેલ ત્રણેય આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here