રાજકોટ : પૂર્વ પ્રેમિકાને મળવા ગયેલા યુવાનને યુવતીના બનેવીએ કાતરના ચાર ઘા ઝીંક્યા,

0
0

રાજકોટના યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાછળ મિત્ર સાથે કવાર્ટરમાં રહેતાં અને વાયરિંગનું કામ કરતા યુવાન રજત ઘનશ્યામભાઇ ગોંડલીયા પર પૂર્વ પ્રેમિકાના બનેવી રવિ રબારીએ હોટેલ નજીક જાહેરમાં કાતરના ચાર ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યો હતો. સાળીને મળવા ગયાની જાણ થતા જ રવિ ગુસ્સે ભરાયો હતો અને રજને કાતરના ચાર ઘા ઝીંકી દેતા લોહીલૂહાણ બન્યો હતો. આસપાસમાંથી લોકોના ટોળા એકત્ર થયા હતા અને રજને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોર રવિને સકંજામાં લીધો છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રજતના મિત્ર મહાવીરસિંહ ભાવેશભાઇ ચૌહાણની ફરિયાદ પરથી આકાશવાણી ચોક નજીક રહેતાં રવિ રબારી નામના શખ્સ વિરૂધ્ધ IPC 307,135 (1) મુજબ હત્યાની  કોશિષનો ગુનો નોંધ્યો છે.

છ-સાત વર્ષ પહેલા યુવતી સાથે રજતને આંખ મળી હતી અને પ્રેમ થયો હતો

હોસ્પિટલના બિછાને આજે સવારે ભાનમાં આવેલા રજતે પોલીસને જણાવ્યું હતું કે, પોતાને પરિવારમાં કોઇ હયાત નથી. પોતે એકલો જ મિત્ર સાથે રહે છે અને વાયરિંગ કામ કરી ગુજરાન ચલાવે છે. છ-સાત વર્ષ પહેલા આકાશવાણી પાસે ત્રણ માળીયામાં વાયરિંગ કામ કરવા ગયો હતો ત્યારે રવિ રબારીની સાળી સ્નેહા સાથે ઓળખાણ થઇ હતી અને બંને વચ્ચે પ્રેમ થઇ જતાં બંને એક અઠવાડીયું ભાગી પણ ગયા હતા. બંનેને લગ્ન પણ કરવાના હતા. પરંતુ બાદમાં સ્નેહા પરત તેના પરિવાર સાથે જતી રહી હતી. પોતે ગઇકાલે સ્નેહાને મળવા ગયો અને વાતચીત કરી પરત આવી ગયો હતો. આ બાબતે રવિએ ઉશ્કેરાઇ જઇ કાતરથી હુમલો કરી દીધો હતો. રવિએ સ્નેહાની બહેન સાથે લવમેરેજ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here