લદાખમાં સ્થિતિ તંગ : બંને દેશના જવાન આમનેસામને : કમાન્ડરોની વાટાઘાટો ફરી નિષ્ફળ, ચીનની હરકતોથી તણાવ ઘટવાના સંકેત નહીં

0
4

વિદેશ મંત્રીઓની વચ્ચે પાંચ મુદ્દા પર સહમતિ છતાં લદ્દાખમાં એલએસી પર ચીનની ચાલને લીધે તણાવ ઘટવાની કોઈ સંભાવના દેખાતી નથી. તણાવ વધતો રોકવા માટે ભારત અને ચીનના બ્રિગેડ કમાન્ડરોએ ચુશુલમાં મુલાકાત કરી. 4 કલાક ચાલેલી આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું નહીં. આ દરમિયાન, સૂત્રોએ જણાવ્યું કે, ચીને પૂર્વ લદ્દાખના પેન્ગોન્ગના દક્ષિણ ભાગમાં સ્પાંગુર ગેપમાં હજારો સૈનિકો, ટેન્કો અને હોવિત્ઝર તોપોની જમાવડો કર્યો છે. આ ચીની સૈનિકો ભારતીય જવાનોની રાઈફલ રેન્જથી થોડા જ દૂર છે. સૂત્રોએ કહ્યું કે, આ તહેનાતી પછી ભારતીય સૈનિક પણ એલર્ટ થઈ ગયા છે. ભારતે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચુશુલ નજીક પેન્ગોંગ ત્સોના દક્ષિણ કિનારા પાસે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વની ચોટીઓ પર તહેનાત કરી છે.

આપણી તૈયારી: સ્પાંગુર ગેપમાં ભારતીય સેના તહેનાત

એક સરકારી અધિકારીએ કહ્યું કે, ‘ચીનની ટુકડી, હથિયારોની તહેનાતીને જોતાં ભારતીય સેનાએ પણ સ્પાંગુર ગેપમાં તેમના જેટલા સૈનિકો તહેનાત કર્યા છે.’ સૂત્રોએ કહ્યું કે, ચીને તિબેટ વિસ્તારને સ્થિર કરવા માટે પોતાની મિલિશિયા ટૂકડી તહેનાત કરી છે. તેમને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વનાં ઊંચાઈ ધરાવતા ક્ષેત્રો પરથી ભારતીય સેનાના સૈનિકોને પાછા ધકેલવાનું કામ સોંપાયું છે.

સરકારે સૂત્રોને ટાંકી ન્યૂઝ એજન્સીએ કહ્યું છે કે ભારતીય સેના પણ આ વિસ્તારમાં ટેંક, તોપો અને જવાનોની ઉપસ્થિતિ વધારી છે. બન્ને દેશના સૈનિક એકબીજાની સામ-સામે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીને તેના મિલિશિયા સ્ક્વોડને અહીં ગોઠવ્યા છે અને તેને ભારતીય સેનાને આ ઉંચાઈવાળા વિસ્તારોથી હટાવવા કે પીછેહઠ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સ્ક્વોડ PLAની રિઝર્વ ફોર્સ છે. તેમા મોટાભાગના જવાન પર્વતારોહી, મુક્કેબાજ તથા સ્થાનિક ફાઈટ ક્લબના મેમ્બર્સ હોય છે. તે ઉંચાઈવાળા વિસ્તારો પર PLA ને મિલિટ્રી ઓપરેશનમાં મદદ કરે છે.

4 કલાક સુધી મિલિટ્રી લેવલની વાતચીત યોજાઈ

  • પૂર્વી લદ્દાખમાં જે તણાવભરી સ્થિતિ છે તેને ઘટાડવા માટે ભારત-ચીન વચ્ચે શનિવારે સતત છઠ્ઠા દિવસે મિલિટ્રી લેવલની વાતચીત યોજાઈ હતી. જોકે, આ બેઠકનું કોઈ જ પરિણામ ઉપજ્યું નથી. વાતચીતમાં એવી જગ્યાથી સેનાને પાછળ હટાવવા અંગે ચર્ચા થઈ કે જ્યાં બન્ને દેશની સેના એકબીજાની સામે છે. આ બેઠક ચુશૂલમાં સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચાલી હતી.
  • બન્ને દેશ વચ્ચે 7 સપ્ટેમ્બરથી સતત બેઠક યોજાઈ રહી છે. આ બેઠક એવા સમયે શરૂ થઈ હતી કે જ્યારે 29 અને 30 ઓગસ્ટની મધ્યરાત્રે ભારતીય વિસ્તારો પર પોતાનો કબ્જો કરવા ચીને નિષ્ફળ પ્રયત્ન કર્યા હતા.
  • બન્ને દેશ હવે આગામી કેટલાક દિવસ બાદ પોતાની છઠ્ઠા તબક્કાની ટોપ કમાન્ડર્સની બેઠક યોજવા નિર્ણય લીધો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here