મોદીની સાથે પડછાયાની જેમ રહે છે આ યુવતી

0
29

નવી દિલ્હી, તા. 24 ફેબ્રુઆરી 2020 સોમવાર

દુનિયામાં સૌથી વધુ તાકાત ધરાવનાર દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય પ્રવાસે છે. વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર ટ્રમ્પનું સ્વાગત ગળે મળીને કર્યુ હતુ. આ સમય દરમિયાન એક મહિલાની પણ ચર્ચા થઈ રહી છે. જે પીએમ મોદી, મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રંપની સાથે જોવા મળી હતી. જેની સોશિયલ મીડિયા પર ખાસી ચર્ચા થઇ રહી છે.

આ મહિલાનું નામ ગુરદીપ કૌર ચાવલા છે. ગુરદીપ પીએમ મોદી માટે અનુવાદકનું કામ કરી રહી છે. વર્તમાન સમયમાં ગુરમીત કૌર અમેરિકન ટ્રાન્સલેટર એસોસિએશનની મેમ્બર છે. જ્યારે પણ વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી હિંદીમાં ભાષણ આપે છે, ત્યારે ગુરદીપ જ તે ભાષણનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરે છે. એટલુ જ નહીં, પરંતુ ગુરદીપ પીએમ મોદી સાથે ભારતમાં પણ વિદેશી નેતાઓના પ્રવાસ દરમિયાન જોવા મળે છે.

વડાપ્રધાન મોદી હિંદીમાં ભાષણ આપ્યા બાદ ગુરદીપ કૌર ચાવલા તેનું અંગ્રેજીમાં અનુવાદ કરે છે. જેથી વર્લ્ડ લીડરને તેમનું ભાષણ સરળતાથી સમજી શકે. ગુરદીપે પોતાની કરીયરની શરૂઆત વર્ષ 1990મા ભારતીય સંસદમાંથી કરી હતી, પરંતુ થોડા સમય બાદ જ તેણી પોતાના પતિ સાથે અમેરિકામાં શિફ્ટ થઈ ગઈ હતી.

વર્ષ 2010માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની સાથે તેમની અનુવાદક બનીને ભારતના પ્રવાસ પર તેમની સાથે આવી હતી. ગુરદીપ 2014માં મેડિસન સ્કવેયર ગાર્ડનમાં આયોજિત મોદીના કાર્યક્રમમાં પણ સામેલ થઈ હતી અને અનુવાદ કરવાનું કામ કર્યુ હતું. સાથે જ તેણી મોદીની સાથે ડીસી વૉશિંગટન પણ ગઈ હતી. જ્યાં મોદી અને ઓબામાની વચ્ચે તેણીએ ઈન્ટરપ્રેટરનું કામ કર્યુ હતું.

ગુરદીપ કૌરને વિવિધ લગભગ બધી જ ભાષાઓનું જ્ઞાન છે અને તે જ કારણે તેમને એક ખૂબ જ સારી ટ્રાન્સલેટર તરીકે ઓળખવામાં આવે છે. એક બીજું પણ તથ્ય છે કે, પીએમ મોદી જ્યાં પણ પ્રવાસ કરે છે, ત્યાં સ્થાનિક ભાષા થકી તેણી લોકોને કનેક્ટ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here