આપઘાત : મોરવા(હ)ના માજી ધારાસભ્યના નાના ભાઇએ ગળાફાંસો ખાધો, આત્મહત્યા વાગડિયા પરિવાર માટે રહસ્યમય

0
3

ગોધરા. ગોધરાના સમ્રાટ નગર સોસાયટીમાં  નિવૃત્ત નાયબ કલેકટર ગુલાબસિંહ વાગડિયા તેમના પત્ની તથા બે પુત્રો સાથે રહેતાં હતા. નિવૃત્ત નાયબ કલેકટરના  પુત્રી નિમીષાબેન સુથાર મોરવા(હ)ના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના સક્રિય કાર્યકર છે.

ગુરુવારની સવારે જમવા કુલદીપની માતાએ બુમ પાડતાં તે નીચે જમવા આવ્યો ન હતો

માજી ધારાસભ્ય નિમિષાબેનનો નાનો ભાઇ કુલદીપસિંહે હાલમાં જ સિવિલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો હતો. કુલદીપસિંહને જીમમાં જઇને કસરત કરવનો શોખ હતો. પણ હાલ લોકડાઉનને લઇને જીમ બંધ હોવાથી કુલદીપસિંહનો રોજ વહેલા ઉઠવાનો નિત્યક્રમ બંધ થયો હતો. બુધવારે જમી પરવારીને કુલદીપ મકાનના ઉપલા માળે સૂવા ગયો હતો. ગુરુવારની સવારે જમવા કુલદીપની માતાએ બુમ પાડતાં તે નીચે જમવા આવ્યો ન હતો. જેથી તેને બોલાવવા તેના મોટાભાઇ ક્રિષ્ણાસિંહે ઉપલા માળે આવેલા કુલદીપના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. વારવાંર ખખડાવા છતાં રૂમનો દરવાજો ન ખુલતાં ક્રિષ્ણાસિંહે કુલદીપના રૂમના દરવાજાને તોડી નાખ્યો હતો. ત્યારે રૂમમાં કુલદીપ પંખા પર દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલ હાલતમાં જોવા મળ્યો હતો.

ક્રિષ્ણાએ તાત્કાિલક કુલદીપને નીચે ઉતારીને તપાસ કરતાં કુલદીપના શ્વાસ બંધ હોવાનું માલુમ પડતાં તેણે પોલીસને અને તેની બહેન માજી ધારાસભ્ય નિમિષાબેનને જાણ કરી હતી. પોલીસે આવીને રૂમમાં તપાસ કરતાં રૂમમાં સુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે અકસ્માત મોતની ફરિયાદ નોંધીને લાશને પી.એમ માટે મોકલી આપી હતી. સુખી સંપંન્ન પરિવારના એન્જિનિયર પુત્રે આત્મહત્યા કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

 

હું જાતે આત્મહત્યા કરું છું : સુસાઇડ નોટ

એન્જિનિયર યુવાને આત્મહત્યા કરતાં પહેલા સુસાઇડ નોટ લખી હતી. સુસાઇડ નોટમાં તેણે ‘હું જાતે અાત્મહત્યા કરું છું , મારા મોત માટે કોઇ જવાબદાર નથી’ તેવું લખ્યું હતું. લાશને પીઅેમ અર્થે મોકલી અાપી છે. પોલીસે કુલદીપસિંહનો એપલનો મોબાઇલ કબજે લઇ મોબાઇલનું લોક ખુંલ્યા બાદ વધુ તપાસ કરીશું તેમ જણાવ્યું હતુ.

કુલદીપે ડિપ્રેશનમાં આવી કે અન્ય કારણે આત્મહત્યા કરી?- પરિવારને પ્રશ્ન

નિવૃત કલેકટર ગુલાબસિંહ વાગડીયાનો પરિવાર પૈસે ટકે સુખી હતો. કુલદીપસિંહ સિવિલ એન્જિનિયર થયા બાદ તે તેના પિતાની ઓફિસમાં જતો હતો.  તે ઓછુ બોલકણો અને ઓછું મિત્ર વર્તુળ ધરાવતો હતો.અચાનક તેણે અાત્મહત્યા કરતાં પરિવારને આઘાત લાગ્યો હતો. શું કુલદીપ ડિપ્રેશનમાં હતો કે  પછી તેણે કોઇ પ્રેમ પ્રકરણમાં કે પછી અન્ય કોઇ કારણસર આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ કદાચ કુલદીપના મોબાઇલનું લોક ખુલ્યા બાદ  જાણી શકાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here