વડોદરા : બ્લેકમેલ કરીને યુવકે કિશોરી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ

0
26

 

વડોદરા,

વડોદરામાં વધુ એક કિશોરી લવ જેહાદનો ભોગ બની છે, વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક સ્કૂલની વાન ચાલકે કિશોરીને ફસાવીને કિસ કરતો એક વીડિયો બનાવી તેને બ્લેકમેઈલ કરી હતી. બ્લેકમેલ કરીને મોઇન ચૌહાણ નામના નરાધમે કિશોરી સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું છે,

17 વર્ષની કિશોરીએ આ આખી ઘટના તેની માતાને જણાવી હતી,જેના પછી તેની માતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે મોઇનની ધરપકડ કરી લીધી છે, પરંતુ આ દુષ્કર્મની ઘટનાથી કિશોરી માનસિક રીતે તૂટી પડી છે, તેનો પુરો પરિવાર હેરાન પરેશાન થઇ ગયો છે, નરાધમના આ કૃત્યને કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

તેની માતાએ ફરિયાદમાં જણાવ્યુ કે બે વર્ષ પહેલા તેની દીકરી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, અને રોજ ચાલતી ઘરેથી સ્કૂલ સુધી જતી હતી. ત્યારે ઓનએનજીસીમાં સ્કૂલવાન ચાલકનુ કામ કરતો મોઈન ચૌહાણ નામનો યુવક રોજ મારી દીકરીને હોર્ન મારીને હેરાન કરતો હતો.ક્યારેક તો તે કાર મારી દીકરી સામે લાવીને ઉભો રહી જતો.

એક દિવસ તેણે મારી દીકરીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું કે, ‘જો તુ મારી સાથે વાત નહી કરે તો દવા પી મરી જઈશ.’ આવી ધમકી આપી તેણે મારી દીકરીને ફસાવી હતી. બાદમાં એક દિવસ તેણે મારી દીકરીને જબરદસ્તી કારમાં બેસાડીને અવારૂ જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં તેણે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here