દહેગામ : જાસપુર પાસે આવેલી નર્મદા કેનાલમાં યુવકે આપઘાત કર્યો

0
23
B612

ગાંધીનગર જિલ્લામા આવેલ જાસપુર નર્મદા કેનાલમાં એક અપરણીત યુવકે કોઈ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી.

 

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલમા આપઘાત કરવાના બનાવો વધી જવા પામ્યા છે. તેવો તાજેતરનો બનાવ આજે નર્મદા કેનાલમા બનવા પામ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના જાસપુર ગામે રહેતો જયેશ મંગાજી ઠાકોર અપરણીત યુવાન છે અને નર્મદા કેનાલની સામે જ રહે છે. ત્યારે ગઈ રાત્રીના સમયે કોઈ અગમ્ય કારણોસર ઘરેથી સંડાસ જવાનુ કહીને નીકળી જવા પામ્યો હતો અને આ યુવાન લાંબા સમય સુધી ઘરે પરત નહી આવતા ઘરના પરીવારજનો તેની શોધખોળ આદરતા નર્મદા કેનાલ ઉપરથી એક લોટો મળી આવ્યો હતો. તેના ઉપરથી આ યુવક કેનાલમા પડ્યો છે તેવી માહિતી ઘરના પરીવારોને સચોટ મળતા આ યુવાનના પરીવારે દહેગામ તાલુકાના બહીયલ ગામે રહેતા કાલુભાઈ ખલાફીની તરવૈયા ટીમને બોલાવીને આ લાશને બપોરે ૧ વાગે બહાર કાઢી હતી. અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

  • ગઈ રાત્રીના સમયે યુવાન ઘરેથી નીકળીને સીધો જ કેનાલમા કુદી પડ્યો હતો
  • આજે બપોરે ૧ વાગે તરવૈયા ટીમે આ યુવાનની લાશ બહાર કાઢી હતી
  • જાસપુર પાસે આવેલી નર્મદા કેનાલમા કોઈ અગમ્ય કારણોસર એક અપરણીત યુવકે આપઘાત કર્યો
  • ગાંધીનગર જિલ્લામા આવેલ જાસપુર નર્મદા કેનાલમા એક અપરણીત યુવકે કોઈ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર