કચ્છ : મુંદ્રામાં ધારાસભ્યની હાજરીમાં યુવક તળાવમાં ડૂબ્યો, નીરના વધામણા દરમિયાન સર્જાઇ દુર્ઘટના

0
0

ધારાસભ્યની હાજરીમાં જેરામ તળાવમાં નાળિયેર શોધવાની સ્પર્ધામાં યુવાન ડૂબ્યો

કચ્છના મુંદ્રામાં નવા નીરના વધામણા દરમિયાન ધરાસભ્યની હાજરીમાં એક યુવાન ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. તળાવમાં નવા પાણીના વધામણા કરતી વખતે એક યુવક ડૂબતા ભારે ખળભરાત મચી ગયો હતો. તો બીજી તરફ યુવાનની શોધખોર હાથ ધરવામાં આવી રહી છે.

રાજ્યમાં ભારે વરસાદને કારણે નદીનાળા છલકાયા હતા. ત્યારે મુંદ્રામાં  જેરામ તળાવ પણ છલકાયું હતું. તળાવમાં પાણીની આવક થતાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે નીર વધામણા કાર્યકર્મ યોજાયો હતો. આ દરમિયાન ઓગન વિધિનું નારિયેળ લેવા માટે 3 યુવાનોએ તળાવમાં છલાંગ લગાવી હતી. જેમાં જામનગરનો તરવૈયો નારિયેળ લેવા જતા તળાવમાં ડૂબી ગયો હતો.

જણાવી દઇએ, સારા વરસાદ બાદ તળાવ છલકાતા ઓગન વિધિ કરવામાં આવે છે જેમાં ગામના લોકો દ્વારા ઓગન વિધિમાં પાણીના નીરના વધામણા કરવામાં આવે છે. આ દરમિયાન તળાવમાં દૂર સુધી નાળિયરે ફેંકવામાં આવે છે. તેને તરીને શોધવા માટે તરવૈયાઓ ડૂબકીઓ મારીને શોધી લાવે છે. ગામ તરફથી વિજેતાને નિશ્ચિત ઈનામ પણ આપવામાં આવતું હોય છે.

ત્યારે મુંદ્રામાં ઓગન વિધિ દરમિયાન નારિયેળ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ત્રણ યુવકો તળાવમાં ડૂબકી લગાવી હતી. જો કે એક યુવક ડૂબવા લાગ્યો હતો. આ દુર્ઘટના દરમિયાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિત ભાજપના પદાધિકારીઓ તેમજ સરકારના અધિકારીઓ હાજર હતા. તો બીજી તરફ યુવકને બચાવવા ઘણી કોશિશ કરી હતી. પરંતુ નાકામ રહી હતી.

એક ધારાસભ્યની હાજરીમાં આ દુર્ઘટના થતાં ભારે ચકચાર જાગી છે. તો બીજી તરફ યુવકની શોઘખોળ કરવાની કામગીરી પૂરજોશ ચલાવવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here