જોરણંગના યુવકે ગામની સગીરાને ગાડીમાં ઉપાડી જઇ દુષ્કર્મ આચર્યું : મારી નાખવાની ધમકી આપી અમદાવાદ ઉતારીને જતો રહ્યો.

0
3

15 વર્ષીય સગીરાને જોરણંગ ગામનો શખ્સ દસેક દિવસ અગાઉ લગ્નના ઇરાદે ઇકો ગાડીમાં ભગાડી ગયો હતો અને લગ્ન કરવાનું કહી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યો હતો. જેની લાંઘણજ પોલીસે ધરપકડ કરી છે.

પ્રતિકાત્મક તસવીર.

જોરણંગ ગામનો બજાણિયા શંકર કરશનભાઇ ગત 18 નવેમ્બરે 15 વર્ષિય સગીરાને લગ્નના ઇરાદે ગાડીમાં ભગાડી ગયો હતો અને રાત્રે સગીરાને લગ્ન કરીશ એવું કહી 3 વખત દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે સગીરાને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ઉતારી નાસી ગયો હતો. સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારને કહેતાં સમાજમાં આબરૂ જવાના ડરે જે તે સમયે પોલીસ ફરિયાદ કરી ન હતી. સગીરાએ હિંમત કરી પરિવારને સાથે રાખી લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે શંકર કરશન બજાણિયા વિરુદ્ધ પોક્સોનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.