માણસા શહેરના યુવકે 1 જ દિવસમાં કોરોનાના 2 રિપોર્ટ કરાવ્યા: 1 પોઝિટિવ અને 1 નેગેટિવ આવ્યો

0
8

માણસા શહેરના યુવકે બે દિવસ અગાઉ માણસા સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યા બાદ એ જ દિવસે યુવકે પ્રાઈવેટ લેબમાં રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો. બે દિવસ પછી યુવકે ફરી અર્બન હેલ્થ સેન્ટરમાં રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેને પગલે ત્રણ રિપોર્ટમાં આવેલા તફાતને પગલે હાલ સરકારી ગાઇડલાઇન મુજબ હોમ આઇસોલેટ થયેલો યુવક પણ અસમંજસમાં મુકાયો છે કે કયો રિપોર્ટ સાચો માનવો. માણસાના વસંત વિલાસ ફ્લેટમાં રહેતો પિયુષ પંચાલ તાલુકા યુથ કોંગ્રેસનો પ્રમુખ છે.

પિયુષ પંચાલ
પિયુષ પંચાલ

 

સતત લોકોના સંપર્કમાં રહેતો હોવાને પગલે સાવચેતીના ભાગ રૂપે તેણે 10 ડિસેમ્બરે માણસા સિવિલ હોસ્પિટલમાં કોરોના અંગેનો રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા તેને હોમ આઇસોલેટ થવાની સલાહ અપાઈ હતી. આ.વિભાગની ટીમે કોરોના દર્દી અંગેનું બોર્ડ લગાવી દવાઓ પહોંચાડી હતી. પરંતુ શરીરમાં કોઈપણ જાતના લક્ષણ ન હોવાથી પિયુષે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવાનું નક્કી કરી તે જ દિવસે આરટી પીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ આપ્યું હતું. 12 ડિસેમ્બર શનિવારે તે ફરથી ફરીથી સિવિલ હોસ્પિટલમાં ગયો હતો.

પરંતુ સિવિલ અધિક્ષક સહિત કોઇ ડોકટર હાજર નહોતા અને કોરોના ટેસ્ટિંગનું કામકાજ પણ બંધ હતું. જેથી તે અર્બન હેલ્થ સેન્ટરમાં જઈ ટેસ્ટ કરાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ અંગે પિયુષ પંચાલે કહ્યું કે,‘સરકારી હોસ્પિટલમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ખાનગી લેબનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બે જ દિવસમાં ફરી સરકારીમાં રિપોર્ટ કરાવ્યો તો નેગેટિવ આવ્યો. સમગ્ર મુદ્દે માણસા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કાનનબેન શુક્લને પૂછતાં કહ્યું કે,‘રેપિડ ટેસ્ટ લાઈવ ટેસ્ટ જેવું કહેવાય છે, એટલે કે જે સમયે તમે આવ્યા હોત તે સમયે શરીરમાં લક્ષણ દેખાય એટલે પોઝિટિવ બતાવે છે. ચાર-પાંચ કલાક પછી રિપોર્ટ કરાવો તે વખતના સેમ્પલમાં પોઝિટિવ ના પણ આવે તેવું બની શકે.’

3 રિપોર્ટમાં આવેલા તફાતને પગલે હાલ સરકારી ગાઇડલાઇન મુજબ હોમ આઇસોલેટ થયેલો યુવક અસમંજસમાં મૂકાયો માણસા સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યા બાદ એ જ દિવસે યુવકે પ્રાઈવેટ લેબમાં રિપોર્ટ કરાવતા નેગેટિવ આવ્યો હતો. બે દિવસ પછી યુવકે ફરી અર્બન હેલ્થ સેન્ટરમાં રિપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેને પગલે ત્રણ રિપોર્ટમાં આવેલા તફાતને પગલે હાલ સરકારી ગાઇડલાઇન મુજબ હોમ આઇસોલેટ થયેલો યુવક પણ અસમંજસમાં મુકાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here