સાબરકાંઠા : પ્રાંતિજ : સલાલના યુવાને બનાવેલ જેટસ્પ્રે મશીન તાલુકા સેવાસદન ખાતે આપ્યું.

0
21

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલના યુવાને જેટસ્પ્રે મશીન બનાવી પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે આપ્યું.

 

 

લોકોની સુખાકારી માટે તાલુકા સેવાસદન ખાતે આપ્યું.
પ્રાંન્ત અધિકારી તથા મામલતદાર દ્વારા યુવકનો આભાર માન્યો.

 

 

હાલ કોરોનાની મહામારીને લઈને લોકો કોરોનાથી બચવા માટે વિવિધ પેંતરા અજમાવે છે ત્યારે પ્રાંતિજ તાલુકાના સલાલ ગામના યુવાન મયુર પંચાલ દ્વારા પ્રથમ સેનીટાઇઝર ટર્નર માત્ર ૧૨ કલાકમાં બનાવ્યું હતું અને જિલ્લા કલેક્ટર શ્રી સી.જે.પટેલ ને આપ્યું હતું તો જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા લોકોની સુખાકારી માટે હિંમતનગર સિવિલમાં મુકવામાં આવ્યું આ યુવાને ફરી પાછુ જેટસ્પ્રે મશીન બનાવ્યું જે મશીન માત્ર ૪૦૦ લીટર લિક્વીડનો સ્પ્રે કરે છે અને તેને એક માણસ બીજી જગ્યાએ લઇ જઇ શકે છે. આ મશીન વિજ પ્રવાહથી ચાર્જ થઇ જાય છે જેમાં ડીઝલ કે પેટ્રોલની જરૂર નથી તો આ જેટ્સપ્રે મશીનનો ફુવારો ૧૫ ફુટ સુધી સ્પ્રે કરે છે તો આ મશીન હોસ્પિટલ, હોટલ, બેંક કે ફેક્ટરીઓ સહિત દરેક જગ્યાએ ઉપયોગ નિવડશે તેમ છે. અને જેટ સ્પ્રે મશીન ને લઇને હાલ કોરોનાથી છુટકારો પણ મળી શકે છે તેમ કહીએ તો પણ નવાઇ નહી ત્યારે આ યુવાન દ્વારા પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે આવતા જતા તાલુકાના લોકો તથા તાલુકા સેવાસદન મા ફરજ બજાવતા અધિકારીઓ કર્માચારીઓ સુખાકારી માટે પ્રાંતિજ તાલુકા સેવાસદન ખાતે જેટસ્પ્રે મશીન લઈ આવી પ્રાંતિજ તલોદના પ્રાંન્ત અધિકારી તથા પ્રાંતિજ મામલતદાર ને સુપરીત કર્યું હતું

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here