સુરત : મોરા ગામમાં મંડપ બાંધતા વીજ કરંટની યુવકનું ઘટના સ્થળે જ મોત

0
0

સુરતઃ હાલ વરસાદમાં કરંટ લાગવાના બનાવો વધુ બની રહ્યાં છે ત્યારે મોરા ગામમાં શાંતિપાર્કની સામે સ્ટાર રેસિડેન્સી પાસે મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી હતી. મંડપ બાંધતી વખતે અમરજીત નામના યુવકને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ એટલો પ્રચંડ લાગ્યો હતો કે અમરજીતનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અમરજીતના મોતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં. જો કે અમરજીતનું મોત થઈ જતાં તેના મૃતદેહને પીએમ માટે મોકલી અપાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here