અમદાવાદ : કારંજ પોલીસ સ્ટેશનના PSIની પિસ્તોલ ખેંચી યુવકે હાથે બચકું ભરી લીધું, અંગૂઠો આખો મોઢામાં દબાવી દીધો

0
0

શહેરના કારંજ વિસ્તારમાં ફરજ બજાવતા PSI પર નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. ભઠીયાર ગલીમાં PSI જ્યારે યુવકને શંકાસ્પદ તરીકે ચેક કરતા હતા ત્યારે લોખંડનો ફેટ મળતાં યુવકે પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ હુમલો કરી બચકું ભરી લીધું હતું. કારંજ પોલીસે આરોપી યુવક અસલમ નવહીની ધપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી પાસેથી લોખંડની ફેટ મળી આવી

કારંજ પોલીસ સ્ટેશનના PSI એસ.આઇ.મકરાની અને અન્ય સ્ટાફ નાઈટ ડ્યૂટી પર હતા. ભઠીયાર ગલીમાં પહોંચ્યા ત્યારે રીક્ષામાં ત્રણ લોકો બેઠા હતા. શંકા જતાં ત્રણેયની તપાસ કરી હતી. તપાસ દરમિયાન મૂળ પોરબંદરના અસલમ નવહી નામના શખ્સ પાસેથી લોખંડની એક ફેટ મળી આવી હતી.

આરોપીએ PSIના જમણા હાથમાં બચકું ભરી લીધું હતું
(આરોપીએ PSIના જમણા હાથમાં બચકું ભરી લીધું હતું)

 

આરોપીએ હુમલો કરી બચકું ભર્યું

પોલીસે એક આરોપી અસલમને પકડતા તેને PSI પર હુમલો કર્યો હતો અને બેલ્ટમાં ભરાવેલી સરકારી પિસ્તોલ ખેંચવા લાગ્યો હતો. પિસ્તોલને બચાવવા PSI નીચે પડી ગયા હતા. બાદમાં સાથી પોલીસકર્મી વચ્ચે પડતાં આરોપીએ PSIના જમણા હાથમાં બચકું ભરી લીધું હતું. આરોપી PSIને છોડતો ન હોવાથી અન્ય પોલીસકર્મી વચ્ચે પડ્યાં હતાં.

આરોપીએ પોલીસે સ્ટેશનમાં પણ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો
(આરોપીએ પોલીસે સ્ટેશનમાં પણ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો)

 

પોલીસ સ્ટેશનમાં પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો

આરોપીએ પોલીસનો અંગૂઠો પકડી રાખતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ આરોપીને માર માર્યો હતો. પોલીસ સ્ટેશનમા લઇ જતાં પોલીસે સ્ટેશનમાં પણ તેણે પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગે PSIએ ગુનો દાખલ કર્યો હતો. બાકીના ફરાર બન્ને આરોપીને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here