યુવાનો પોલીસકર્મીઓ પર ઓવારી ગયા, લોહિ નિંગળતી હાલતમાં પણ નિભાવી ફરજ

0
29

ગઈ કાલે અમદાવાદમાં ગુજરાત પોલીસની એક અનોખી છબી જોવા મળી. ગુજરાત પોલીસ માર ખાતી રહી પડતી આખડતી રહી તેમ છતાં ફરજ નહોતી ચુકી. પોલીસની આ ખેલદિલીને કારણે સોશિયલ મીડિયામાં અને ચોતરફ પોલીસની પ્રશંસા વરસી રહી હતી.

  • જાબાજ પોલીસ ઓફિસરને મળ્યો
  • ગુજરાત પોલીસને સલામ કરતી લાખો પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ
  • લવયુ ખાખી કહીને લોકોએ દર્શાવ્યો પ્રેમ

ગુજરાત પોલીસને સલામ થી લઈને લવ યુ ખાખી કહીને યુવાનો પોલીસ કર્મીઓ ઉપર ઓવારી ગયા હતા. ટોળા દ્વારા પોલીસને માર મારવાની ઘટના જરાય યોગ્ય નહોતી પરંતુ આ ઘટના બાદ પણ પોલીસે ટોળા ઉપર કે બીજે ક્યાંય કોઈ હિંસક દેખાવ વગર પરિસ્થિતિને કાબુમાં લેવાની કોશિશ જોવા મળી રહી હતી.

https://twitter.com/AmitHPanchal/status/1207912286637047808

ગુજરાત પોલીસ પર યુવાનોએ વરસાવ્યો પ્રેમ

ગઈકાલે અમદાવાદના રખિયાલ અને શાહઆલમમાં બંધનું એલાન અને CAA નો વિરોધ કરતી રેલી નીકળી હતી જેને પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ અને આખરે ટોળું આઠથી દસ હજારથી લોકોનું ટોળુ 60 પોલીસકર્મચારીઓ ઉપર તુટી પડ્યુ હતુ. જેમાં 20થી વધુ પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. ઝોન-6 ડીસીપી, એસીપી આર.બી.રાણા, બે પીઆઈ, ચારથી વધુ પીએસઆઈ અને પાંચથી સાત કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મીઓ ભોગ બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here