દહેગામ : નાગજીના મુવાડા ગામના યુવાનોએ ચાઈના દોરી સળગાવીને તેનો નાશ કર્યો

0
96

દહેગામ તાલુકાના નાગજીના મુવાડાના યુવાનોએ ભેગા મળીને ૮ થી ૧૦ કીલો જેટલી ચાઈનીજ દોરી ભેગી કરીને તેનો નાશ કરવામા આવ્યો અને ઉતરાયણ નજીક હોવાથી પક્ષીઓના બચાવ માટે આ કામગીરીનો આરંભ કર્યો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા ઉતરાયણ પર્વ આવવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પંખીઓ માટે આ ચાઈનીજ દોરી ઘાતકરૂપ પુરવાર થાય છે. ત્યારે દહેગામ તાલુકામા આવેલ નાગજીના મુવાડાના કેટલાક યુવાનો ભેગા મળીને ધાબા ઉપર અને રસ્તા ઉપર અને શેરીએ શેરીએ જેટલી ચાઈના દોરી પડેલી હતી તેટલી વીણીને આ યુવાનોને તમામ દોરી ભેગી કરીને એક જગ્યાએ બારીને તેનો નાશ કરવામા આવ્યો હતો અને અત્યારથી ઉતરાયણ સુધીમા જેટલી ચાઈના દોરી અમને મળશે તે તમામ દોરીનો નાશ કરાશે.

બાઈટ : મહેશ રબારી

કારણ કે ચાઈના દોરી પક્ષીઓ માટે ખુબ જ હાનીકારક હોવાથી કેટલાક પક્ષીઓના પગે ચાઈના દોરી વીંટડાઈ જતા તેના મોત થવા પામે છે તેથી આ યુવાનોમા પક્ષી પ્રેમ સંપાદીત થતા ગામના યુવાનો ભેગા મળીને આ સારી કામગીરીનો શુભ આરંભ કર્યો છે.

  • આ યુવાનોએ ગામમા ફળીયે ફળીયે ફરીને ધાબા ઉપરથી અને રસ્તા ઉપરથી જેટલી ચાઈના દોરી પડી હોય તે વીણીને તેનો નાશ કરવામા આવ્યો
  • ઉતરાયણ નજીક આવતી હોવાથી પક્ષીઓને આ ચાઈના દોરી વીંટડાઈ જતા અબોલા પક્ષીઓના મોત થવા પામે છે તેથી આ યુવાનોની પુણ્ય કમાવવાની સારી પહેલ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here