Wednesday, September 28, 2022
Homeવલસાડ : વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું : આરોપીઓ...
Array

વલસાડ : વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું : આરોપીઓ સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો પરિવારજનોનો ઈન્કાર.

- Advertisement -

વલસાડ શહેરમાં દિવસે દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. હમણાં થોડા દિવસ અગાઉ વ્યાજખોરીમા પાંચ જેટલા વ્યાજખોરો સામે વલસાડ સીટી પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી. તેની સાહી સુકાઇ નથી ત્યા વલસાડના સ્ટેડિયમ રોડ ઉપર આવેલ હવેલી ફુટવેરની દુકાન દુકાનમાં નોકરી કરતો 43 વર્ષીય યુવક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો છે. સજાદ અલી સૈયદે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે.પરિવાર જનોએ તાત્કાલિક યુવકને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હોય છે. જ્યાં રવિવારે મોડી રાત્રે યુવકનું મોત નીપજતા પરિવારજનો અને તેના મિત્રો દ્વારા પોલીસ સમક્ષ વ્યાજખોરો સામે તાત્કાલિક ગુનો દાખલ કરવાની માંગ કરી છે. સાથે જ FIR આરોપીઓ સામે ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે.

વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું.

ઝેરી દવા પીવા અંગે પત્નીને જાણ કરેલી

બનાવ અંગે મળતી વિગતો મુજબ, વલસાડના મોટા તાઈવડ વિસ્તારમાં રહેતો અને ચંપલની દુકાનમાં નોકરી કરી પોતાનું અને પરિવાર જનોનું ગુજરાન ચલાવતો યુવાન સજ્જાદ કુરબાન અલી સૈયદ એ વ્યાજખોરો પાશેથી અંદાજે 60 હાજર રૂપિયા વ્યાજે લીધા હતા. જે રકમ સમય સર નહી ચૂકવી સકતા. વ્યાજખોરો એ સજ્જાદ અને તેના પરિવારજનો નું જીવવાનું હરામ કરી નાખ્યું હતું. અને પઠાણી ઉઘરાણીથી કંટાળી ને સજાદ એ બે દિવસ અગાઉ ઝેરી દવા પી લીધી હતી. અને આ બાબતે તેણે તેની પત્ની ને વાત કરી હતી.

વ્યાજખોરો સામે કાર્યવાહીની માંગ

સજાદને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયુ હતુ. ગરીબ પરિવાર નિરાધાર થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યાજખોરોએ ઘણા પરિવારને બાનમાં લીધા છે. ત્યારે પોલીસ આવા પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો અને લાઇસન્સ વગર વ્યાજના પૈસાનો ધંધો કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી સમાજમાં માંગ ઉઠવા પામી છે.

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular