અમદાવાદ : વસ્ત્રાલમાં કર્ફ્યુનો ભંગ કરી આતશબાજી કરતા યુવકોએ પોલીસ પર હુમલાની કરી કોશિશ.

0
10

શહેરના વસ્ત્રાલમાં કર્ફ્યુનો ભંગ કરી મોડી રાતે બર્થડે પાર્ટી મનાવી રહેલા યુવકોએ પોલીસ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. યુવકોએ દંડા લઇ પોલીસ સામે ઝીંકી રહ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં પાર્ટી મનાવી રહેલા યુવકો લાઠી લઇ પોલીસ પર વાર કરવાનો પ્રયાસ કરે છે. આ મામલે પોલીસે સાત યુવકો સામે કર્ફ્યુ ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ, વસ્ત્રાલ ખાતે આરટીઓ રોડ પર મોડી રાતે બર્થડે પાર્ટીને લઇ આતશબાજી કરવામાં આવી રહી હતી. ત્યારે કંટ્રોલરૂમમાં મેસેજ જતા રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે આ દરમિયાન પોલીસની ગાડી જોઇ યુવકો ભાગી ગયા હતા. બાદમાં પોલીસે સીસીટીવી તેમજ ખાનગી બાતમીદારોને આધારે યુવકોની ઓળખ કરી હતી. જેમાં ઓમકાર રેસીડેન્સી સુર્યમ પ્રાઇડ સામે રહેતા સંદીપકુમાર જયંતીભાઇ પટેલનો બર્થ ડે હોવાનું જાણવા મળ્યું હતું. બર્થ ડેને લઇ મિત્રો સાથે સંદિપ દ્વારા પાર્ટી તેમજ આતશબાજી કરવામાં આવી હતી. જ્યારે સંદિપની અટકાયત કરવા પોલીસ પહોંચી ત્યારે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન મામલો તંગ બનતા અન્ય યુવકોએ પોલીસ પર લાઠી વડે હુમલો કરવાની કોશિશ કરી હતી. જો કે બાદમાં યુવકોને પોલીસે દબોચી લીધા હતા. આ અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ મામલે રામોલ પોલીસે સંદિપકુમાર જયંતીભાઇ પટેલ સહિત દપીક પટેલ, સુનિલ પટેલ સની દરબાર યશ ગોસ્વામી, પાર્થ પટેલ તેમજ નીરવ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here