Thursday, August 5, 2021
No menu items!
Home25 ઓગસ્ટનું રાશિફળ : કર્ક રાશિના જાતકોને સંતાન તરફથી સંતોષ પ્રાપ્ત થઈ...
Array

25 ઓગસ્ટનું રાશિફળ : કર્ક રાશિના જાતકોને સંતાન તરફથી સંતોષ પ્રાપ્ત થઈ શકે છે, કન્યા રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે

મેષ

પોઝિટિવ: તમે કોઈ પણ કાર્યને ખૂબ જ સારી રીતે કરશો. જવાબદારી સાથે સાહસ અને ઉત્સાહ ભળશે. આ સમયના કાર્યોમાં તમને માન સન્માન અને સફળતા મળશે.

નેગેટિવ: તમે બિનજરૂરી વિચારોથી તણાવમાં આવી જાઓ છો. તમારે પોઝિટિવ વિચાર સાથે સામાન્ય વિચારો કરવાનો પ્રયત્ન કરો. અનિચ્છનીય યાત્રા કરવાની થશે. ઈચ્છા વગર ખર્ચા કરવા પડશે.

લવ: તમારા બન્ને વચ્ચે કેટલીક ગેરસમજ થઈ શકે છે. તમારો અહમ ભાવ તમારા સાથીને હેરાન કરી શકે છે. આ દરમિયાન પોતાના પાર્ટનરની વાતોને પહેલાં સાંભળવાની રાખો.

વ્યવસાય: સરકારી પક્ષથી લાભ મળવાની સંભાવના છે. સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે.

સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યને લઈને સાવધાની આવશ્યક છે. આ મહિનામાં સ્વાસ્થ્યને લઈને ચિતાઓ ઉતપ્ન્ન થશે.

વૃષભ

પોઝિટિવ: ધન-ધાન્ય અચલ સંપત્તિ પ્રયાપ્ત કરવાનો સારો યોગ છે. જો તમેં તમારા સગા-સંબંધીઓ સાથે અથવા કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે કાર્ય કરો છો તો તમને ધન પ્રાપ્તિનો અવસર મળશે. સગા-સંબંધીઓ સાથે સારા સંબંધ રાખો.

નેગેટિવ: તમારામાં અહંકાર વધું જોવા મળે છે. વાણીની કડવાટ તમને તમારા લોકોથી દૂર કરી દેશે.

લવ: લગ્ન જીવન વધારે સારું બનશે। તમારી વાત કરવાની રીતમાં હકારાત્મક ફેરફાર જોવા મળશે. તમારી સારી વાતોથી તમારા પાર્ટનરને આકર્ષિત કરશો.

વ્યવસાય: તમે મહત્વકાંક્ષી વ્યક્તિ છો.કોઈ પણ કાર્યને મહેનતથી કરવાથી તમને જરૂરથી સફળતા મળશે.

સ્વાસ્થ્ય: નાના-મોટા કારણથી તબિયત બગડી શકે છે. આ સમયે બેદરકારી ન રાખો. આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.


—-
મિથુન

પોઝિટિવ: સાહસ અને ઉત્સાહ સાથે સારો પદભાર મળશે. જો તમે નોકરિયાત વર્ગના છો તો આ સમયે તમારા સારા કોન્ટેક્ટ્સ બનશે.

નેગેટિવ: તમારા પરિવારજનના વિરોધનો સામનો કરવો પડશે. તેના માટે પરસ્પર સમજણ વધુ સારી બને તેનો પ્રયાસ કરો.

લવઃ તમારા સાથીદાર પણ તમારી પાસે આવા માગે છે. જીવનસાથીના સ્વભાવમાં કડવાશ જોવા મળશે. તમારે શાંતિ જાળવવાની જરૂર છે.

વ્યવસાય: તમારું અટકી પડેલું કામ ફરીથી પૂરું થશે. તમારી મહેનત ક્યારે વ્યર્થ નહીં જાય. આ સમયે ક્યારે વિચાર્યું ન હોય તેવું થઇ શકે છે.

સ્વાસ્થ્ય: આ સમયે સ્વાસ્થ્યને લઈને મિશ્રિત પરિણામ મળશે. સ્વાસ્થ્ય થોડું નબળું બનશે.
……………………………..
કર્ક

પોઝિટિવઃ આ સમયે તમારા સંતાન તરફથી સંતોષ પ્રાપ્ત થઈ શકે છે તથા પ્રેમસબંધને લઈને સ્થિતિ અનુકુળ રહી શકે છે. સામાજિક માન સન્માનની સાથે સુખ સુવિધા પ્રાપ્ત થવાની સંભાવના છે. રાજકીય લાભ પ્રાપ્ત થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

નેગેટિવઃ આર્થિક લાભ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી થશે પરંતુ સ્થિર વિચારથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. અચાનક ભાગદોડ તથા તણાવપૂર્ણ સ્થિતિમાં સમય પસાર થઈ શકે છે, એટલા માટે અનિચ્છિનિય મુસાફરી અને તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરવો.

લવઃ તમારો જીવનસાથી તમને પસંદ આવશે પણ એવું થઈ શકે કે જે રીતે તમે તેને પોતાની વાત સમજાવા માગો છો તે રીતે ન સમજી શકે.

વ્યવસાયઃ નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરશો તો જલ્દી સફળતા મળશે. તમે પૂરી જવાબદારી અને નિષ્ઠાની સાથે કોઈ પણ કાર્યને આ સમયે કરી શકો છો.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્યને લઈને કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવા અથવા કોઈ પણ પ્રકારની ઈજા અથવા ઈન્ફેક્શન થઈ શકે છે. એવામાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું.

———————————
સિંહ
પોઝિટિવઃ જો કોઈ સામાન્ય વિવાદ હોય તો તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરવો અથવા કોઈ પણ પ્રકારના ઘરેલુ મતભેદ હોય તો તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરવો. બહાર યાત્રા કરવાથી લાભ પ્રાપ્ત થઈ શકે છે તથા સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

નેગેટિવઃ નોકરી સાથે જોડાયેલા લોકો કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશે. આ સમય તમારા કામને યોગ્ય પૂરું કરવા માટે સહકર્મચારીઓથી દૂર રહેવું. જો કે, તમારા વર્તનથી તમારા સહકર્મચારીઓ નારાજ થઈ શકે છે, પરંતુ તમારા બોસ ખુશ રહેશે.

લવઃ પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે તમે આતુર રહેશો. તમે તમારા પ્રેમીને આ અહેસાસ કરવા માટે પ્રયત્ન કરશો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. તે માટે તેની સાથે ફરવા જઈ શકો છો અથવા તેમને કોઈ ગીફ્ટ આપી શકો છો.

વ્યવસાયઃ જો તમે કઈને પૈસા આપવાનું વિચારી રહ્યા હો તો ચેતી જજો. તમારા સગા સંબંધી વગેરે કોઈને પણ પૈસા આપવાથી દૂર રહેવું તથા આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

સ્વાસ્થ્યઃ તાવ જેવી સામાન્ય બીમારીનો સામનો કરવો પડી શકે છે. માથામાં દુઃખાવો, તણાવ, થાક અનુભવવાથી સમસ્યા ઉભી થઈ શકે છે. એટલા માટે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી.
————
કન્યા

પોઝિટિવઃ ભાગ્ય તમને સાથ આપશે. જે કાર્ય કરશો. કાર્યમાં સારી સફળતા મળશે અને જો નોકરી કરતા હશો તો સાથે કોઈ અન્ય વ્યવસાય પણ કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે મળીને કરી શકો છો.

નેગેટિવઃ આર્થિક રીતે સમય નબળો હોઈ શકે છે. આ સમયે જો તમે ખર્ચા પર કાબૂ નહીં રાખો તો આવનાર સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

લવઃ પોતાની વાણી પર સંયમ ન હોવાથી જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. જો કે તમે શાંત રહેશે તો તમે તમારા પાર્ટનરને મનાવી શકશો.

વ્યવસાયઃ જો તમે કોઈને પૈસા આપ્યા હોય તો પાછા લઈ લેવા. આ સમયે પોતાની જાતને તણાવથી દૂર રાખવી, નહીં તો કારણ વગર મુશ્કેલી વધી શકે છે.

સ્વાસ્થ્યઃ ઉત્સાહી અને તાકાતથી ભરપૂર વ્યક્તિ દેખાશો. પરંતુ આ સમય તમારા સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી. તેથી, આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું.
………………….
તુલા
પોઝિટિવઃ જો તમે ધંધો કરતા હો તો વ્યવસાયની દૃષ્ટિએ પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. તમને આર્થિક લાભ પ્રાપ્ત થવાની સારી તક મળી શકે છે. મુસાફરી અને કાર્યને લઇને પરિસ્થિતિ સારી થઈ શકે છે.

નેગેટિવઃ બિનજરૂરી નાણાં ખર્ચ થવાની સંભાવના બની રહી છે. તેથી, પૈસા સંબંધિત સંભાળ લો. કોઈ પણ કાર્યને સ્થિરતા અને ગંભીરતા સાથે કરવાનો પ્રયત્ન કરો. પૂર્વઆયોજિત રીતે કામ કરવાથી સારી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

લવઃ આ સમયે તમારે પ્રેમીની મદદ કરવા આગળ આવવું જોઈએ. આ તમારા સંબંધોને સુધારશે અને સાથે તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો.

વ્યવસાયઃ કોઈપણ કાર્યમાં ગુસ્સો અથવા ઉતાવળ તમને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, કોઈપણ કાર્ય સ્વતંત્ર વિચાર સાથે થવું જોઈએ, પરંતુ સાવચેત રહેવું પણ જરૂરી છે.

સ્વાસ્થ્યઃ આ સમય દરમિયાન વાતાવરણમાં પરિવર્તનને લીધે થતા રોગો તમને અસર કરી શકે છે. જો કે, આ પછીનો સમય તમારા માટે સારો રહેશે. તેમાં તમને સ્વાસ્થ્ય લાભ મળશે.


……………………………………….
વૃશ્ચિક

પોઝિટિવઃ આ સમયે લાભદાયક ફળ મળવાની સંપૂર્ણ શક્યતા છે. જો તમે કોઈ કાર્યને ખૂબ લાંબા સમયથી સફળ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં હો અને તે વારંવાર તમારા હાથમાંથી સરકી રહ્યું હોય તો આ સમયમાં તમને સફળતા મળી શકે છે. આ માટે, તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો.

નેગેટિવઃ જો તમે અગાઉ કોઈને પૈસા આપ્યા હોય અને તે મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં હોય તો તમે આ સમયમાં મળી શકે છે. બિનજરૂરી કોઈની સાથે પૈસાની આપ-લે ન કરો. કોઈપણ પ્રકારના પૈસાના વ્યવહારમાં ધ્યાન રાખવું.

લવઃ ગણેશજી ઘણા એવા કારણો ઉભા કરશે, જેના કારણે તમે આજે ખુશીનો અનુભવ કરશો. આજનો દિવસ તમારા વિવાહિત જીવનનો શ્રેષ્ઠ દિવસ બની શકે છે.

વ્યવસાયઃ જો તમે આ સમયે કોઈપણ પ્રકારના વ્યવસાયમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો તો તમારે હવે રાહ જોવી જોઈએ. માત્ર યોજના બનાવીને કોઈ કામ શરૂ ન કરો.

સ્વાસ્થ્યઃ તમે તમારી ક્ષમતા કરતા વધારે કામ કરશો. આ સમયમાં તમે થાક અનુભવી શકો છો. આ સમયે તમારાં શરીરને આરામ આપો અને રાત્રે પૂરતી ઊંઘ લો. આ તમને તાજગીનો અનુભવ કરાવશે.
………………………………
ધન

પોઝિટિવઃ વ્યવસાયના દૃષ્ટિકોણથી કોઈપણ નાણાંનું રોકાણ તમારા માટે ફળદાયી થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા કામથી પૈસા મળવવાની તક મળશે. જો તમે સ્થાવર મિલકત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હો અથવા રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો તો તમે કરી શકો છો.

નેગેટિવઃ નસીબ તમારો સારો સાથ આપશે, તેમ છતાં તમારે સમજદારી અને સમજણથી આર્થિક રોકાણ કરવું જોઈએ. પૈસાના કિસ્સામાં કોઈના પર સંપૂર્ણ વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે, તેથી ધ્યાન રાખવું. ઉતાવળમાં કોઈ કામ ન કરો.

લવઃ પ્રેમ સંબંધને લઇને તમે ખુશ રહી શકો છો. તમે તમારા બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથે ઘણી બધી પ્રેમાળ વાતો શેર કરી શકશો. આ સિવાય, તમે તમારા કામ સંબંધિત માહિતી પણ શેર કરી શકશો.

વ્યવસાયઃ મોટા પાયે રોકાણ કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી, સંજોગોના આધારે કાર્ય કરવું લાભકારક રહેશે. જો તમે નોકરી કરતા હો તો તમે ખૂબ સારી સ્થિતિમાં રોકાણ કરી શકો છો.

સ્વાસ્થ્યઃ બિનજરૂરી ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ પ્રકારની ઇજા થઈ શકે છે, જેને લઇને તમારી તકલીફોમાં વધારો થઈ શકે છે.

…………………………..
મકર

પોઝિટિવઃ આજે તમે અપેક્ષાઓની જાદુઈ દુનિયામાં છો. જો તમે લાંબા સમય સુધી રોકાણ કરો તો તમને ઘણો ફાયદો મળી શકે છે. ઘરેલુ બાબતો અને લાંબા સમયથી બાકી રહેલા ઘરના કામકાજની દ્રષ્ટિએ સારા દિવસો ચાલી રહ્યા છે.

નેગેટિવઃ પરિવારમાં કોઈનો સહયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારી વિચાર શક્તિ પ્રમાણે ખરાબ થયેલા સંબંધોને ઠીક કરવાનો પ્રયાસ કરો. જેથી ઘર સરળતાથી ચાલે અને કુટુંબનો સામૂહિક વિકાસ થઈ શકે.

લવઃ જો તમારો પ્રેમ સંબંધ ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યો હોય અને આગળ તમે તમારાં જીવનમાં આ પ્રેમ સંબંધને હંમેશાં માટે રાખવા માગતા હો, તો તમે તેના માટે પણ વાત કરી શકો છો.

વ્યવસાયઃ વ્યવસાયિક પ્રવૃત્તિઓ તણાવપૂર્ણ બની શકે છે અને કાર્યક્ષેત્રમાં વિક્ષેપોને કારણે આર્થિક લાભ માટે કરવામાં આવેલા પ્રયત્નો નિષ્ફળ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ કાર્ય વ્યવસાયમાં આ સમય દરમિયાન થોડી મુસાફરી કરવી પડી શકે છે, જેના કારણે સમસ્યાઓ અથવા મૂંઝવણ વધશે. શારીરિક તકલીફો પેદા થઈ શકે છે.
………………………….
કુંભ

પોઝિટિવઃ આ સમયે હિંમત અને બહાદુરી તમારા સ્વભાવમાં સ્પષ્ટ દેખાશે અને તમારી છબીમાં પણ વૃદ્ધિ થશે. અચાનક પૈસા મળવાની પણ સંભાવના છે, પરંતુ કર્મ કરવાથી જ સારી સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ કોઈ પણ કાર્યક્ષેત્રમાં તમને પરિવારનો સહયોગ મળે તેવી સંભાવના છે. તેથી, તમારે પરિવાર સાથે તાલમેળ બેસાડવાનો પ્રયાસ કરવો જોઈએ. એવું થઈ શકે કે કોઈ અન્ય વ્યક્તિને કારણે કુટુંબમાં મતભેદ પેદા થાય.

લવઃ તમને સારો લાભ થઈ શકે છે. પરંતુ તમે હંમેશાં તમારા પ્રેમી/પ્રેમિકાને ખુશ રાખવાનો પ્રયત્ન કરો. જેથી આગળની પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહે.

વ્યવસાયઃ આર્થિક લાભને કારણે તણાવનું વાતાવરણ ઊભું થઈ શકે છે. આર્થિક લાભ માટે તમે જ્યાં પ્રયત્ન કરશો ત્યાં વિક્ષેપો આવી શકે છે. તેથી, સમજી-વિચારીને કરેલી વ્યૂહરચના હેઠળ આર્થિક લાભ માટે પ્રયાસ કરતા રહો.

સ્વાસ્થ્યઃ કૌટુંબિક ઘેલછા તણાવનું કારણ બની શકે છે. તેથી, પારિવારિક સુમેળ સુધારવા માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ. જો તમે કાર દ્વારા મુસાફરી કરી રહ્યા હો તો અકસ્માત થવાની સંભાવના છે.
……………………………
મીન

પોઝિટિવઃ માતાપિતા સાથે સંબંધો સારા થવાની સાથે ઘર-પરિવારના તમામ સભ્યો સાથે પરસ્પર આત્મીયતા વધુ સારી થઈ શકે છે. સમય અનુસાર દરેકનો સહકાર મળી શકે છે. માતા-પિતાનો પણ સહયોગ મળે તેવી સંભાવના છે.

નેગેટિવઃ જીવનસાથીનો સહયોગ મળી શકે છે. તમે મુસાફરી તથા બહારના કામનાં ક્ષેત્રમાં જીવનસાથીની મદદ મેળવી શકો છો. તેથી, તમારા જીવનસાથી સાથે સારા સંબંધ જાળવવા તમારા માટે ફાયદાકારક બની શકે છે.

લવઃ આ સમયે લવ લાઇફમાં તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે. જો કે, આ પછીની સ્થિતિમાં સુધારો થશે. વાત-વાતમાં નારાજગી બતાવવાનું ટાળો અને તમારા પ્રેમને યોગ્ય દિશામાં લઈ જાઓ.

વ્યવસાયઃ પૈસા વધુ ખર્ચ થઈ શકે છે, પરંતુ ભાગ્ય તમને સાથ આપશે અને કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળી શકે છે. તમને કોઈ પણ કામ ધીરજથી કરવાની સલાહ છે.

સ્વાસ્થ્યઃ કોઈપણ પ્રકારની શારીરિક સમસ્યાઓ સામાન્ય રહેવાની છે. તેથી તમારા કાર્યક્ષેત્ર પર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. સંતાન પક્ષ અથવા પ્રેમ સંબંધને લ ઇને પરિસ્થિતિઓ તણાવપૂર્ણ થઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments