6 મહિનાથી થિયેટરો બંધ, ગુજરાતના થિયેટર માલિકોને થયું આટલાનું નુકસાન

0
5

કોરોના કાળમાં એક પણ એવો ધંધો નથી, જેના પર તેનો માર નથી પડ્યો પરંતુ અમુક ધંધા એવા છે જે તદ્દન બંધ થઈ જવા પામ્યા છે, જેમાં ટ્રાવેલ ઈન્ડ્સ્ટ્રી અને થિયેટરનો સમાવેશ થાય છે. છેલ્લા છ મહિનાથી વધુનો સમય થઈ ગયો હોવા છત્તા દેશમાં ફ્લાઈટ્સ શરૂ થઈ નથી. અનલોક-4 લાગુ પડ્યા પછી પણ હજુ સુધી સરકારે થિયેટરને ઓપન કરવાની પરવાનગી આપી નથી.

16 માર્ચથી સરકારે થિયટરો-મલ્ટીપ્લેક્સને બંધ કરવાના આદેશ આપ્યા હતા, તે વાતને છ મહિના વીતી ગયા હોવા છત્તા હજુ સુધી તેને ઓપન કરવાની હા પાડવામાં આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે અનલોક-5માં સરકારે થિયેટર-મલ્ટીપ્લેકસને ખોલવાની મંજૂરી આપશે. જો કદાચ સરકાર થિયેટર ઓપન કરવાની હા પાડે તો પણ હાલમાં જૂની જ ફિલ્મો થિયેટરમાં બતાવવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે.

દિવાળી સુધી કોઈ નવી ફિલ્મ રિલીઝ થવાની નથી. માટે થિયેટર માલિકોએ જૂની ફિલ્મો બતાવી પોતાનો ધંધો ચાલુ કરવો પડશે. મળેલા આંકડા પ્રમાણે, થિયેટર-મલ્ટીપ્લેક્સના માલિકોને છ મહિનામાં 600 કરોડનું નુકસાન વેઠવું પડ્યું છે. ગુજરાતમાં 250 થી વધુ મલ્ટીપ્લેક્સ અને સિંગ સ્ક્રીન થિયેટરો છે. આ નુકાસનમાં સૌથી વધુ નુકસાન અમદાવાદના મલ્ટીપ્લેકસ- થિયેટરોનું છે, જેનો આંકડો 250 કરોડની આસપાસનો છે.

દર મહિના 25 લાખની આવક ધરાવતા થિયટર માલિકોને છેલ્લા છ મહિનાથી એક પણ રૂપિયાની આવક થઈ નથી પરંતુ તેની સામે મેઈન્ટેનન્સ અને અન્ય ખર્ચાઓ ઘણીને 6 મહિનામાં આશરે એક મલ્ટીપ્લેક્સને 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે.

જો સરકાર હવે મંજૂરી આપશે તો સરકારની તમામ ગાઈડલાઈન પ્રમાણે થિયટરોને ઓપન કરવામાં આવશે. થિયટરો ચાલુ થયા પછી પણ નવી ફિલ્મો ન હોવાને લીધે દર્શકો જૂના પિક્ચર જોવા ઓછા આવશે અને તેને પગલે શો હાઉસફૂલ થવાના ચાન્સીસ ઘણા ઓછા દેખાઈ રહ્યા છે. તે ઉપરાંત, દરેક શો પછી તેને સેનેટાઈઝ કરવાનું અને સાફ-સફાઈનો સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે, જેનો ખર્ચો પણ વધશે.

એક થિયેટરના માલિકે કહ્યું હતું કે, એક થિયેટર કે મલ્ટીપ્લેક્સમાં આશરે 30-120 જેટલા લોકો કામ કરતા હોય છે, જેમાંથી હાલ 40 ટકા જેટલા સ્ટાફે નોકરી છોડી દીધી છે. વળી હાલમાં થિયેટરો બંધ હોવાને લીધે કોઈ સ્ટાફને પણ નોકરી પર બોલાવવામાં આવતા નથી. થિયેટર માલિકોએ સરકાર પાસેથી પ્રોપર્ટી ટેક્સ અને લાઈટબિલના સરચાર્જની માગણી કરી છે અને થિયેટર ખોલવાના 2-4 દિવસો પહેલા તેની જાણ કરવામાં આવે જેથી સાફ-સફાઈમાં સરળતા રહે.

નવી ફિલ્મોમાં સૂર્યવંશી, 83 અને આમિર ખાનની લાલ ચઢ્ઢ પર આધાર રાખવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here