ગુડ ન્યૂઝ : અજય દેવગનની ફિલ્મ ‘ગોલમાલ અગેન’ સાથે ન્યૂઝીલેન્ડમાં 25 જૂનથી થિયેટર ખુલશે

0
0

મુંબઈ. કોરોનાવાઈરસને કારણે વિશ્વભરમાં થિયેટર બંધ કરી દેવામાં આવ્યા હતાં. જે દેશોમાં વાઈરસનો પ્રકોપ ઓછો થઈ રહ્યો છે અથવા તો જે દેશ કોરોના મુક્ત બન્યા છે, ત્યાં જીવન ફરી પાટે ચઢી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ કોરોના મુક્ત દેશ બન્યો છે અને અહીંયા ફરીવાર થિયેટર ખુલી રહ્યાં છે. ખાસ વાત એ છે કે ન્યૂઝીલેન્ડના થિયેટરનું ઓપનિંગ અજય દેવગનની ફિલ્મ ‘ગોલમાલ અગેન’થી થશે.

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે ટ્વીટ કરી

રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું, ‘કિવિઝ થિયેટર્સમાં કોવિડ 19 બાદ ‘ગોલમાલ અગેન’ ફિલ્મ બતાવવામાં આવશે. આ પહેલી હિંદી ફિલ્મ છે, જે થિયટર ખુલ્યા બાદ બતાવવામાં આવશે. નવી શરૂઆત માટે ચિયર્સ.’

રોહિત શેટ્ટીએ પણ ઈન્સ્ટામાં આ વાત કહી

રોહિત શેટ્ટીએ પણ ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ શૅર કરી હતી. રોહિતે કહ્યું હતું, ‘ન્યૂઝીલેન્ડે ‘ગોલમાલ અગેન’ને થિયેટરમાં ફરી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. કોવિડ 19 મહામારી બાદ રિલીઝ થનારી આ પહેલી ફિલ્મ છે. ન્યૂઝીલેન્ડ હવે કોવિડ મુક્ત થઈ ચૂક્યું છે અને ‘ગોલમાલ અગેન’ સાથે 25 જૂને થિયેટર ખુલી રહ્યાં છે. કોઈકે કહ્યું છે ને કે શો ચાલતા જ રહેવા જોઈએ.’

https://www.instagram.com/p/CBzYWcZhLTI/?utm_source=ig_embed

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી ‘ગોલમાલ અગેન’ દિવાળી પર રિલીઝ થઈ હતી. ‘ગોલમાલ’ સીરિઝની આ ચોથી ફિલ્મ છે. અજય દેવગનના કરિયરની આ પહેલી હતી, જે 200 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી. આ ફિલ્મમાં અજય ઉપરાંત તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કુનાલ ખેમુ, નીલ નીતિન મુકેશ તથા પરિણીતી ચોપરા લીડ રોલમાં હતાં.

આ વર્ષે અજય દેવગનની ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ તથા ‘મૈદાન’ રિલીઝ થવાની છે. જોકે, એવી ચર્ચા છે કે ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. જોકે, આ વાતથી અજય દેવગનના ચાહકો નારાજ છે અને તેમણે માગણી કરી હતી કે આ ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ કરવામાં આવે. ‘મૈદાન’ નવેમ્બરમાં રિલીઝ થવાની હતી. જોકે, હવે આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે, તેવી ચર્ચા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here