સુરત : વરાછા પોલીસ સ્ટેશનની સામે આવેલા રિલાયન્સ ડિજિટલ મોલમાં ચોરી.

0
0

શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનનની બરોબર સામે જ આવેલા રિલાયન્સ ડિજિટલ મોલમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રિલાયન્સ ડિજિટલ મોલમાંથી મોબાઈલ અને કિંમતી વસ્તુઓ ચોરી થઈ હોવાની શક્યતા છે. તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, તસ્કરો કારમાં આવ્યા હતા અને શટલ ઉંચુ કરીને રિલાયન્સ મોલમાં પ્રવેશ કરી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો.

શટર ઉંચુ કરી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો.
(શટર ઉંચુ કરી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો.)

 

વરાછા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા

સુરતના વરાછા મેઇન રોડ ખાતે પોલીસ સ્ટેશનની બરોબર સામે રિલાયન્સ ડિજિટલ મોલ આવ્યો છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ કરતા આ મોલમાં ગતરાત્રે એક કારમાં ત્રણ ચોર આવ્યા હતા અને શોરૂમમાંથી લાખોની મત્તાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં વરાછા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.

પોલીસ સ્ટેશનની સામે જ ચોરી કરી પોલીસને પકડાર ફેંક્યો.
(પોલીસ સ્ટેશનની સામે જ ચોરી કરી પોલીસને પકડાર ફેંક્યો.)

 

તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી દીધા

ચોરોએ દિવાળીના સમયે પોલીસ સ્ટેશનની સામે જ ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. પોલીસે શોરૂમના સીસીટીવી ફુટેજ તેમજ આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. જોકે, તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here