Saturday, September 18, 2021
Homeચોરી : સાંતલપુર હાઈવે પર હોટલનાં પાર્કિંગમાં પાર્ક કરેલા ટ્રકમાંથી તેલના બોક્ષની...
Array

ચોરી : સાંતલપુર હાઈવે પર હોટલનાં પાર્કિંગમાં પાર્ક કરેલા ટ્રકમાંથી તેલના બોક્ષની ચોરી થતાં ફરિયાદ

રાજ્યભરમાં ચોરીની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પાટણ સાંતલપુર હાઇવે પર આવેલી હોટલમાં ચા-પાણી કરવા ઉભા રહેલા ટ્રકમાંથી પામોલિન તેલના બોક્ષ ચોરાયાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઇ છે.

બનાવની મળતી હકીકત મુજબ, પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ નજીક આવેલી સહયોગ હોટેલના કમ્પાઉન્ડમાં ઉભી રહેલી ટ્રકમાં તેલના બોક્સ ઉત્તરપ્રદેશના સોનુ ચૌહાણ અને પ્રવેશકુમાર કંડલાથી ગત રોજ ભરી નિકળ્યાં હતા. જ્યાં કંડલાથી ભચાઉ, આડેસર, સાંતલપુરથી સિધાડા કસ્ટમ રોડ ઉપર આવેલી ઝઝામ નજીક સહયોગ હોટેલના કમ્પાઉન્ડમાં ટ્રક મુકી ડ્રાઈવર અને કંડકટર ચા-પાણી કરવા ગયા હતા. જ્યાં રાત્રે આશરે સાડા દસેક વાગે પરત આવતાં ટ્રક ઉપર નાંખેલી પ્લાસ્ટીકની તાડપત્રી કાપેલી જણાઈ આવતા ટ્રકની તપાસ કરતાં તેલના બોક્ષની ચોરી થયાનું ખુલ્યુ હતુ.

ટ્રકને હોટેલના પાર્કિગમાં મુક્યાં બાદ તેલના બોક્ષની ચોરી થઇ કે પહેલાં તે બાબતે હજી સુધી કોઇ ચોક્કસ વિગતો સામે આવી નથી. સમગ્ર મામલે ચાલકે પોતાના શેઠને જાણ કર્યા બાદ અજાણ્યાં ઇસમો વિરૂદ્ધ પામોલિન તેલના બોક્ષ નંગ-52 કિ.રૂ. 78 હજારની ચોરી કર્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે. જેને લઇ પોલીસે અજાણ્યાં ઇસમો વિરૂદ્ધ આઇપીસી કલમ 379 મુજબ ગુનો નોંધતાં વધુ તપાસ PSI જયપ્રકાશ શુક્લાએ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments