દહેગામ : પેટાપરા ના ધનપુરા ગામે 6 જેટલા બળદોની ચોરી,

0
30

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલુંદ્રા ગામના પેટાપરા ધનપુરા ગામે કેટલાક ખેડુતોની રજુઆતો થવા પામી છે કે પાલુંદ્રાથી ઈસનપુર જવાના મુખ્ય માર્ગ ઉપર અમારા ખેતરો આવેલા છે અને અમારા ખેતરોમા ફેંસીગ તારની વાડ ચારે બાજુ બનાવેલી હતી તેમા ત્રણ બળદો બાંધેલા હતા અને બીજા બે ખેતરમા ત્રણ બળદો બાંધેલા હતા તે બળદો તસ્કરો દ્વારા  રાત્રીના અંધકારમા આ બળદોની ચોરી થવા પામી છે.

સવારે ખેતરના માલીક ભગાભાઈ બીહોલા ખેતરમા જતા બળદ નહી જોતા તે એકદમ વીમાસણમા મુકાઈ ગયા હતા અને આજુબાજુમા તપાસ કરતા ક્યાય બળદો ન જોતા ફેંસીંગની તારની વાડ કાપેલી જોતા તેમને ખબર પડી કે આ બળદો કોઈ ચોરી ગયા છે. અને બીજા ખેતરમા પણ અન્ય ખેડુતના ત્રણ બળદ બાંધેલા હતા તે પણ રાત્રીના સમયે ચોરી થતા આ વિસ્તારના ખેડુતોમા ભારે ચિંતા વ્યાપી જવા પામી છે કારણ કે આટલી મોઘવારીમા બળદોની ચોરી થાય તો ખેડુત ખેતી કઈ રીતના કરે આ બાબતે ધનપુરા ગામના ખેડુતો દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે અને જણાવ્યુ છે કે રાત્રીના સમયે અમારા ખેતરમા બાંધેલા બળદો કોઈ ઈસમો દ્વારા ચોરી થવા પામી છે. અને ખેતરમા ચારે બાજુ તાર ફેંસીંગની વાડ હોવા છતા આ વાડ કાપીને બળદો ચોરી જતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. દહેગામ પોલીસે ખેડુતોની ફરીયાદના આધારે તપાસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈટ : ભગાભાઈ બીહોલા, ધનપુરાના ખેડુત

 

  • પાલુંદ્રાથી ઈસનપુર જવાના મુખ્ય માર્ગ ઉપર આ ખેડુતોના ખેતરો આવેલા હોવાથી રાત્રીના અંધકારમા તસ્કરોએ ચોરી કરવાનો લીધો લાભ
  • ત્રણ બળદો જે ખેતરમા બાંધેલા હતા તે ખેતરમા ચારેય બાજુ ફેંસીંગ તાર વાડી વાડ હોવા છતા આ તાર વાડી વાડ કાપીને તસ્કરો બળદો ચોરી ગયા
  • આટલી મોઘવારીમા જો બળદોની ચોરી થાય તો ખેડુતો ખેતી કઈ રીતના કરવી તે મોટો સવાલ ઉભો થવા પામ્યો છે
  • આ બાબતે ખેડુતોએ દહેગામ પોલીસ સ્ટેશનમા બળદ ચોરીની ફરીયાદ નોધાવી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here