Friday, August 6, 2021
Homeસુરત : ઉધનામાં મોબાઈલની દુકાનનું શટર ઊંચુ કરીને ત્રાટકેલા તસ્કરોએ કરેલી ચોરી...
Array

સુરત : ઉધનામાં મોબાઈલની દુકાનનું શટર ઊંચુ કરીને ત્રાટકેલા તસ્કરોએ કરેલી ચોરી CCTVમાં કેદ

ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે. ઉધના પટેલ નગર નજીકની શ્રી સિદ્ધિવિનાયક મોબાઇલ શોપમાંથી લગભગ મોબાઈલ, એસેસરિઝ અને રોકડની ચોરી થઈ છે. અંદાજે 80 હજાર જેટલાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે. તસ્કરો રાત્રિના સમયે મોબાઈલની દુકાનનું શટર ઊંચુ કરીને અંદર પ્રવેશે છે. ત્રણ તસ્કરો ચહેરા પર માસ્ક બાંધીને થેલો લઈને અંદર આવે છે અને મોબાઈલ સહિતની વસ્તુઓ પર હાથફેરો કરીને નાસી જાય છે. સમગ્ર ઘટના અંગે દુકાન માલિકે ઉધના પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સમગ્ર ચોરીની જાણ ઉધના પોલીસને થતાં તપાસ હાથ ધરવામાં આવી છે.
(સમગ્ર ચોરીની જાણ ઉધના પોલીસને થતાં તપાસ હાથ ધરવામાં આવી છે.)

તસ્કરો ચોરી કરીને નાસી ગયા

ત્રણ યુવાન તસ્કરોએ કોઈ ધારદાર હથિયારથી મોબાઈલની દુકાનનું શટર ઊંચુ કરીને અંદર પ્રવેશ કર્યો હતો. એક પછી એક અંદર પ્રવેશેલા ત્રણેય તસ્કરોએ ચોરી કરી હતી. ગણતરીના સમયમાં ચોરી કરીને તસ્કરો જતાં રહ્યાં હતાં. જાણભેદુ તસ્કરો હોય તે રીતે તેમણે ચોરી કરી હતી.

પોલીસે તપાસ આદરી

અજય કૈલાસ માલીએ જણાવ્યું કે રાત્રિના સમયે મોબાઈલ, બ્લૂટૂથ અને રોકડાની ચોરી થઈ છે. હજુ હિસાબ નથી કર્યો પરંતુ 80 હજારથી વધુની ચોરી થઈ છે. ડોક્યુમેન્ટની પણ ચોરી થઈ છે. શટર ઊંચુ કરીને તસ્કરોએ ચોરી કરી છે. આ અંગે સવારે જાણ થતાં ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments