ચોરી : મહેસાણામાં ઘર આંગણે પાર્ક કરેલું ટ્રેકટર લઇ તસ્કરો ફરાર

0
0

મહેસાણા જિલ્લામાં ચોરો બેફામ બન્યા છે. જેમાં બાઈક તો ઠીક હવે ચોરો ટ્રેક્ટરો જેવા મોટા વાહનો પણ કોઈ ડર વિના ચોરી કરી રહ્યા છે. ઊંઝાના ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે પાર્ક કરેલું ટ્રેકટર ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ઊંઝાના ભૂતળિયાવાસમાં રહેતા ખેડૂતના ઘર આંગણેથી ટ્રેકટર અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાની ઘટના સામે આવી છે.

ઉંઝાના વણાંગણા ગામમાં રહેતા ખેડૂતનું ટ્રેકટર તેમના ડ્રાઇવર ખેતરમાંથી લઈને ફરિયાદીના ઘર આંગણે પાર્ક કર્યું હતું. દિવસ દરમિયાન કામકાજ પતાવ્યા બાદ પરિવાર સુઈ ગયો હતો ત્યારે રાત્રી દરમિયાન કુદરતી હાજતે જવા નીકળેલા ખેડૂતને પોતાનું ટ્રેકટર નજરે ન પડતા ખેડૂત અને તેનો પરિવારે આસપાસના વિસ્તારોમાં ટ્રેકટરની શોધ કરી હતી.

શોધ કરવા છતાં ટ્રેકટર ક્યાંક મળી ન આવતા ખેડૂતને પોતાનું ટ્રેકટર ચોરી થયું હોય એવું લાગતા તેમણે 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. જેથી ઉનાવા પોલીસ ઘટના સ્થળે આવી શોધખોળ હાથ ધરી હતી. ટ્રેકટર ન મળતા ખેડૂતે અજાણ્યા ઈસમો સામે ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here