રિસર્ચ : માણસોને ચેપ લગાડનાર 7 માંથી 4 કોરોનાવાઈરસ સિઝનલ હોય છે, તેના કેસો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં વધારે જોવા મળે છે

0
12

નોવલ કોરોનાવાઈરસે વિશ્વભરમાં 14 લાખથી વધારે લોકોને ચેપિત કર્યા છે. કોરોનાવાઈરસના અનેક પ્રકાર હોય છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 7 પ્રકારના કોરોનાવાઈરસની શોધ કરી છે. તેમાંથી OC43, 229E, HKU1 અને NL63 આ  પ્રકારના કોરોનાવાઈરસ સિઝનલ હોય છે. આ વાઈરસનો ચેપ લાગવાથી કોઈ ગંભીર લક્ષણો જોવા મળતા નથી. તેનાં લક્ષણો સામાન્ય ઈન્ફ્લુએન્ઝા જેવા જ હોય છે. SARS (સિવિઅર એક્યુએટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ), MERS (મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) અને COVID-19 આ 3 પ્રકારના કોરોનાવાઈરસ સૌથી જોખમ વાઈરસ છે.

બાળકોમા 20% ચેપ સિઝનલ કોરોનાવાઈરસનો જોવા મળે છે

જર્નલ ઓફ ઈન્ફેક્શિયસ ડિસીઝમાં 4 એપ્રિલના રોજ પ્રકાશિત થયેલાં એક રિસર્ચ અનુસાર, આ રિસર્ચ નવા નોવલ કોરોનાવાઈરસની માહિતી માટે મદદગાર સાબિત થશે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર, કોરોનાવાઈરસના ચેપના કેસોમાંથી બાળકોમાં 20% અને વયસ્કોમાં 9% 4 પ્રકારના સિઝનલ કોરોનાવાઈરસ હોય છે.

5 વર્ષથી ઓછી વયના બાળકોને જોખમ વધારે

એક વર્ષમાં કોરોનાવાઈરસના સૌથી વધારે કેસ ડિસેમ્બર અને મે મહિનામાં સામે આવ્યા છે પરંતુ એકસાથે કેસ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં જોવા મળ્યા છે. જ્યારે જૂન અને સપ્ટેમ્બર મહિનામાં 2.5% કેસ સામે આવ્યા છે. રિસર્ચ અનુસાર, વાઈરસનું સૌથી વધારે જોખમ 5 વર્ષથી ઓછી વયના બાળકોને છે. સરેરાશ 3.2થી 3.6 દિવસમાં ઘરનો એક સભ્ય વાઈરસથી ચેપિત બને છે.

પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાયેલો વાઈરસ વધારે જોખમી

રિસર્ચ અનુસાર, પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાયેલો કોરોનાવાઈરસ વધારે જોખમી હોય છે. 2002માં SARS અને 2012માં MERS વાઈરસ આ પ્રકારે જ ફેલાયા હતા. રિસર્ચમાં 4 પ્રકારના કોરનાવાઈરસની ઓળખ કરવામાં આવી તે નવા કોરોનાવાઈરસથી જોડાયેલા છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. તેથી એ ચોકક્સ પણે ન કહી શકાય તે પણ સિઝનલ કોરોનાવાઈરસની જેમ વાંરવાર ફેલાશે કે નહીં.

રિકવરી બાદ રોગપ્રતિકારક શક્તિ વધે છે

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુના એશોસિએટ પ્રોફેસર અમિત સિંહના જણાવ્યા અનુસાર, નવો કોરોનાવાઈરસ હાલમાં જ ફેલાયો છે તેથી શરીરમાં તેના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ નથી હોતી. એક વાક ચેપિત બન્યા બાદ રિકવર થઈ ગયેલા લોકોમાં આ વાઈરસ માટે રોગપ્રતિકારક શક્તિ વિકસિત બને છે. જો શરીરમાં વાઈરસના ચેપ બાદ કોરોનાવાઈરસની સંખ્યા વધતી નથી તો રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here