દેશમાં દર વર્ષે મલેરિયાથી અંદાજે 2.05 લાખ મોત થાય છે

0
34

હેલ્થ ડેસ્ક. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ (WHO)ના રિપોર્ટ અનુસાર, ભારતમાં મલેરિયાથી દર વર્ષે અંદાજે 2,05,000 મોત થાય છે. આ ખતરનાક બીમારીની સૌથી વધારે અસર નાનાં બાળકો પર પડે છે. આશરે 55,000 બાળકો જન્મ થયાનાં કેટલાંક વર્ષોની અંદર જ મોતનાં મુખમાં જતા રહે છે. જ્યારે અંદાજે 30 હજાર બાળકો 5થી 14 વર્ષની વચ્ચે મલેરિયાના કારણે દમ તોડી દેતા હોય છે. તે ઉપરાંત 15થી 19 વર્ષની ઉંમરનાં 1,20,000 યુવાનો પણ આ બીમારીથી બચી નથી શકતા.

ચેપી મચ્છર કરડવાથી થાય છે મલેરિયા

ચોક્કસ પ્રકારના મચ્છર કરડવાથી થતો મલેરિયા જીવાણુથી થતો રોગ છે. તેમાં તાવ આવે, ઠંડી ચડી જાય, પરસેવો થાય, માથું દુઃખે, શરીર દુઃખે, ઊબકા આવે અને ઊલટી થાય. શરીરમાં કયા પ્રકારના અને કેટલા સમયથી જીવાણુ પ્રવેશ્યા છે, એના આધારે આ લક્ષણો અમુક વાર ૪૮થી ૭૨ કલાકમાં ઊથલો મારે છે.

જાણો કેવી રીતે થાય છે મલેરિયા

મલેરિયા માટે પ્લાઝમોડિયમ નામના જીવાણુઓના કારણે થાય છે. માદા ઍનોફિલિસ મચ્છર કરડે ત્યારે આ જીવાણુઓ વ્યક્તિના લોહીમાં પ્રવેશે છે. મલેરિયાના જીવાણુ જે મચ્છરમાં હોય એ મચ્છર કોઈ વ્યક્તિને કરડે ત્યારે, એ જીવાણુ વ્યક્તિમાં પ્રવેશે છે. મેલેરિયા થયેલી વ્યક્તિને મચ્છર કરડે છે, ત્યારે મેલેરિયાના જીવાણુ મચ્છરમાં જાય છે અને પછી એ મચ્છર જ્યારે બીજી વ્યક્તિને કરડે છે, ત્યારે એ વ્યક્તિને મલેરિયા થાય છે.

મલેરિયાનાં લક્ષણો

ખૂબ તાવ, ઠંડી લાગવાની સાથે શરીરમાં ધ્રૂજારી આવે, માથામાં દુખાવો, ગભરામણ થવી અને ઊલ્ટી, શ્વાસમાં તકલીફ, બ્લડપ્રેશર લો થવું, આંખે અંધારાં આવવાં, ખેંચ આવવી, બેભાન થઈ જવું, પેટમાં અસહ્ય દુખાવો થવો જેવાં મુખ્ય લક્ષણો છે.

આ રીતે નિદાન કરવું
સામાન્ય રીતે મલેરિયાના મચ્છર સાંજે કરડે છે. મલેરિયાથી બચવા માટે મચ્છરોનો ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે. તેના માટે ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી, બંધિયાર જગ્યાએ પાણીનો સંગ્રહ ન કરવો અને દવાનો છંટકાવ કરવો. શક્ય હોય તો, બારી-બારણાં પર મચ્છરજાળી લગાવો. એ.સી. અથવા પંખા વાપરો. આછા રંગના અને શરીર પૂરું ઢંકાય એવાં કપડાં પહેરો. શક્ય હોય તો ઝાડી-ઝાંખરામાં જવાનું ટાળો. કારણ કે, ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધારે હોય છે. ભરાયેલાં પાણી પાસે જવાનું ટાળો કારણ કે ત્યાં મચ્છર વધારે હોય છે.

ભારતમાં સૌથી વધારે મલેરિયાની બીમારી ઓરિસ્સા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર, ત્રિપુરા અને મેઘાલય અને નોર્થ ઈસ્ટના કેટલાંક રાજ્યોમાં જોવા મળે છે.

ભારત દુનિયાનો ચોથો એવો દેશ છે જ્યાં મલેરિયાથી સૌથી વધારે મોત થાય છે. મલેરિયા બીમારીથી સૌથી વધારે મોત નાઈજિરિયામાં થાય છે. મલેરિયા પર 2017માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં મલેરિયાનો સૌથી વધુ હાહાકાર ધરાવતા દુનિયાના ‘ટોપ’ 15 દેશોની યાદી આપવામાં આવી હતી, તેમાં કમનસીબે ભારતનો પણ સમાવેશ થતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here