ઠંડીમાં આ વસ્તુઓ ખાવાથી મળે છે અનેક ફાયદાઓ

0
12

શિયાળો આવતા જ શરદી, ખાંસી જેવી તલકીફો શરૂ થઇ જાય છે. વળી ઠંડી પણ ખૂબ જ લાગે છે. ત્યારે આવા સમયે આપણને ઇમ્યૂનિટી સુધારવાની ખૂબ જ જરૂર હોય છે. અને આ ઇમ્યૂનિટી વધારવા માટે જો ખાવામાં નીચે મુજબ કેટલીક વસ્તુઓનો ઉમેરો કરીએ તો સ્વાસ્થય વધુ સારું થઇ શકે છે. ત્યારે આજે અમે તમને શિયાળામાં ખાઇ શકાય તેવી કેટલીક ખાસ વસ્તુઓ વિષે જણાવી રહ્યા છે. જે તમારા શરીર માટે લાભકારી છે. વળી ઋતુ મુજબ આ પ્રકારનો ખોરાક તમારા શરીરને અંદરની સ્ટ્રોંગ રાખશે.

લસણ : શરદીની સમસ્યા જો તમને રહેતી હોય તો ઠંડીમાં વહેલી સવારે ખાલી પેટે લસણની 1-2 કળી ખાઇ શકો છો. વળી લસણની ચટણી જેવી વસ્તુઓ તમે જમણ સાથે અપનાવી શકો છો. તેનાથી ઇમ્યૂનિટી વધે છે. અને શરદી જેવા રોગોમાં રાહત રહે છે.

નારંગી અને જામફળ : શિયાળામાં ખાટા ફળોનું સેવન પણ સ્વાસ્થય માટે સારુ માનવામાં આવે છે. વળી જામફળ, નારંગી શિયાળામાં બજારમાં પણ સસ્તા અને સારા દરે મળે છે. વળી તેમાં વિટામિન સી પણ સારી માત્રામાં હોય છે.

શક્કરિયા : ઠંડીમાં નાસ્તામાં હળવી ભૂખ હોય તો તમે બાફેલા શક્કરિયાનું સેવન કરી શકો છો. તેમાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. વળી તેની પર તજ નાંખીને ખાવાથી વધુ લાભકારી રહે છે.

ઓટ્સ : શિયાળામાં નાસ્તામાં ઓટ્સથી બનતી બનાવટો ખાવી પણ લાભકારી રહે છે. ઓટ્સ ફાઇબરથી ભરપૂર અને શરદી સામે રક્ષણ કરવામાં મદદરૂપ થતા આટ્સને તમે મધ સાથે લઇ શકો છો.

આદુ : શિયાળામાં આદુને શાકભાજી કે ચટણી કે પછી ચામાં નાખવું લાભકારી સાબિત થઇ શકે છે. આદુ ખાવાથી શરદી, શ્વાસ સંબંધિત બિમારીમાં રાહત રહે છે. અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યામાં પણ તે મદદરૂપ સાબિત થઇ શકે છે. તો આ વસ્તુઓને પૂરતા પ્રમાણમાં તમે શિયાળા દરમિયાન લઇ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here