અમદાવાદમાં હવે કોરોનાનાં માત્ર 2,760 જ દર્દી, બે દિવસ તાવ ન આવે તો રજા આપી હોમ આઇસોલેશન

0
21

અમદાવાદ. લોકડાઉન ખૂલતાંની સાથે જ રાજયમાં કોરોનાનાં હોટસ્પોટ જાહેર થયેલા અમદાવાદ શહેરમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 2,760 જ છે. એક તરફ રોજ અમદાવાદમાં કોરોનાના 200 ઉપર કેસો આવે છે પરંતુ સામે દર્દીઓને રજા આપી દેવામાં આવી રહી છે. અમદાવાદમાં નોંધાયેલા 12258 કેસોમાંથી હવે માત્ર 2760 દર્દીઓ જ એક્ટિવ છે.

લોકડાઉન ખુલતાની સાથે જ કેસો અચાનક ઘટી ગયા 

અમદાવાદના હોટ સ્પોટ બનેલા મધ્ય ઝોન એટલે કોટ વિસ્તારમાં શહેરના સૌથી વધુ કેસો હતાં જો કે હવે ત્યાં માત્ર 329 જેટલા જ દર્દીઓ છે. એક અઠવાડિયા પહેલા 1000 ઉપર કેસ મધ્યઝોનમાં જમાલપુર, ખાડિયા, દરિયાપુર અને કાલુપુરમાં હતા. પરંતુ લોકડાઉન ખુલતાની સાથે જ કેસો અચાનક ઘટી ગયા છે અને દર્દીઓ સાજા થઈ ગયા છે. અન્ય ઝોનમાં પણ ક્રમશઃ કેસો ઘટી ગયા છે.

બુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓમાંથી 818 દર્દી તો હોમ આઇસોલેશનમાં જ છે

તાવ, ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવા લક્ષણો ધરાવતા લોકોને જ હોસ્પિટલમાં રાખવામાં આવી રહ્યાં છે. મોટાભાગના દર્દીઓને હવે ઘરે હોમ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવી રહ્યાં છે. બુધવારે ડિસ્ચાર્જ થયેલા 1013 દર્દીઓમાંથી 818 દર્દીઓ તો હોમ આઇસોલેશનમાં જ છે. હવે જો પોઝિટિવ દર્દીને બે દિવસ તાવ નથી આવતો તેને દવા આપી ઘરે મોકલી દેવામાં આવે છે અને હોમ આઇસોલેશનમાં રહેવાની જ સલાહ આપવામા આવે છે. દર્દીઓને રજા આપતા પહેલા હવે કોઈ ટેસ્ટ પણ નથી કરવામાં આવતો એટલે હવે દર્દીઓને રામભરોસે છોડી દેવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here