Tuesday, January 18, 2022
Homeઅમદાવાદ : રામોલ વિસ્તારમાં ચાલી રહ્યા છે ખુલ્લે આમ દારૂ-જુગારના અડ્ડાઓ
Array

અમદાવાદ : રામોલ વિસ્તારમાં ચાલી રહ્યા છે ખુલ્લે આમ દારૂ-જુગારના અડ્ડાઓ

રાજ્યના ગ્રહમંત્રીના મત વિસ્તારમાં ચાલે છે દારૂ-જુગાર ના અડ્ડાઓ !

અમદાવાદ ના રામોલ વિસ્તારમાં લઠ્ઠાકાંડ થાય તો જવાબદાર કોણ ???

વાત કરીયે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના રામોલ વિસ્તારની કે જ્યાં ગુજરાતમાં દારૂબંધીની કોઈ કાયદો લાગતો નથી. અને ખુલ્લેઆમ દેશી-વિદેશી દારૂ અને જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમે છે. દેશ વ્યાપી કોરોના મહામારી વચ્ચે જયારે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય કોરોનાવાયરસથી પીડાઈ રહ્યું ત્યારે અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનની હદમાં ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.

રામોલ વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે દારૂ-જુગારના અડ્ડાઓ

અમદાવાદ શહેર જયારે કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા દેશમાં ટોપ 10 માં આવે છે ત્યારે રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધા અને કોરોના વાયરસને રોકવા પ્રયત્ન કરી રહી છે. એવામાં જ અમુક ભ્રષ્ટ અધિકારીઓ પૈસા કમાવવાની લાલચે ઠેરઠેર દારૂ-જુગારના અડ્ડાઓ પોતાના મળતીયાઓ સાથે મળીને ચલાવી રહ્યા છે.

કોણ આપી રહ્યું છે આ દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી!

અમે આજે વાત કરીશું અમદાવાદ શહેરમાં આવેલ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની કે જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર થી લઈને તેમના દ્વારા વહીવટદાર તરીકે મહેન્દ્રસિંહ (જેતલપુરવાળા) કે જે સોલા પોલીસ સ્ટેશન માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓ દ્વારા રામોલમાં ખૂણે ખૂણે દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવાની પરવાનગી આપી છે. તે દારૂ-જુગારના અડ્ડાઓ ની વિગત નીચે મુજબ છે.

(1) મુન્ની વાઘરણ – વધારી વાસ, દરગાહની બાજુમાં, રામોલ ગામની સામે, રામોલ,

(2) ભૂરી વાઘરણ – વધારી વાસ, દરગાહની બાજુમાં, રામોલ ગામની સામે, રામોલ,

(3) ચણીયો વાધરી – વધારી વાસ, દરગાહની બાજુમાં, રામોલ ગામની સામે, રામોલ,

(4) દરબાર – સુરાલીયા રોડ, રામોલ,

(5) ગોવિંદ ઠાકોર – ઠાકોર વાસ, વસ્ત્રાલ

(6) કાનજી ઠાકોર – ઠાકોર વાસ, વસ્ત્રાલ

(7) જયેશ (ચકલી પોપટ – જુગાર ) – કડિયા નાકુ, સી.ટી.એમ. મિલ પાસે, રામોલ,

(8) સલીમ તોતો – ઈંગ્લીશ દારૂનું કટિંગ, જનતા નગર રોડ પર

વહીવટદાર મહેન્દ્રસિંહની બુટલેગરો સાથે છે સાઠગાંઠ

સૂત્રો ના જણાવ્યા મુજબ આ બુટલેગરો મુન્ની વાઘરણ અને ભૂરી વાઘરણ કે જેઓ કેમિકલવાળો દેશી દારૂ બનાવી ને વેચાણ કરે છે. મુન્ની વાઘરણ અને ભૂરી વાઘરણ વધુ નફા અને વધારે પોલીસના હપ્તા ને લીધે કેમીકલવાળું દેશી દારૂ વેચીને આમ પબ્લિકના જીવ સાથે રમી રહ્યા છે. જેઓ લિસ્ટેડ બુટલેગરો છે. અને મહેન્દ્રસિંહ (વહીવટદાર) ના ખાસ બુટલેગરો છે. મહેન્દ્રસિંહ કે જેઓ પોલીસ ખાતામાં જોડાયા ત્યારથીજ વહીવટદાર તરીકે ને કામગીરી શરુ કરી દીધી હતી.

જી.આઈ.ડી.સી. નું કેમિકલયુક્ત દુષિત પાણી રામોલ તળાવમાં છોડવામાં આવે છે.

મળતી માહિતી મુજબ દારૂ-જુગારના અડ્ડાઓ ઉપરાંત આ વહીવટદર (મહેન્દ્રસિંહ) જે રામોલ તથા વટવા માં આવેલ કેમિકલ ની કંપનીઓની સાથે સાઠગાંઠ રાખીને કંપનીમાંથી નીકળતું દુષિત પાણી રામોલ માં આવેલ તળાવ માં તથા ખુલ્લા ખેતર માં છોડવામાં આવે છે. જે આજુબાજુમાં રહેતા સ્થાનિકો માટે જોખમ હોવા છતાં પણ પૈસા ની લાલચમાં તેમના જીવની પરવા કર્યા વગર પોતાના ખિસ્સા ભરી રહ્યા છે.

 

રામોલ પોલીસ સ્ટેશનની હદમાં થાય છે ઈંગ્લીશ દારૂનું કટિંગ

સલીમ તોતો અને મહેન્દ્રસિંહ ની મિલી ભગતથી રામોલ પોલીસ સ્ટેશનની હદમાં રોજનો લાખો રૂપિયાનો ઇંગલિશ દારૂ નું જનતાનગર રોડ પર કટિંગ થાય છે. અને સલીમ તોતો સ્થાનિક પોલીસ અને ડી.સી.પી. સ્કોડ ને હપ્તાઓ આપીને પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. સૂત્રો ના જણાવ્યા મુજબ સલીમ તોતો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ નો બાતમીદાર પણ છે.

ફરિયાદ કરાતા ફરિયાદીઓને મળે છે બુટલેગરો દ્વારા ધમકી

કોરોના જેવી મહામારીમાં રામોલ વિસ્તારમાં કોરોનાના દર્દીઓ વધવાનું કારણ આ દારૂ-જુગારના અડ્ડાઓ છે. અમુક ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ પોતાના હપ્તા માટે રામોલ વિસ્તારને કોરોનાગ્રસ્ત બનાવી રહ્યા છે. સૂત્રો ના જણાવ્યા મુજબ આ તમામ દારૂ-જુગાર ના અડ્ડાઓ ઉપરથી મહેન્દ્રસિંહ રોજના હપ્તા પેટે લાખો રૂપિયા રોજ ઉઘરાવી રહ્યા છે. રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર ને સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજુઆત કરતા આ દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવતા નથી અને ફરિયાદ કરનાર ફરિયાદી નો નામ સરનામો બુટલેગરને આપી બુટલેગરો દ્વારા ધમકાવવામાં આવે છે. રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના કહેવાતા લાડકા કમાઉ દીકરા એવા મહેન્દ્રસિંહ એ લાખો રૂપિયાની લાલચમાં રામોલ ને દારૂ-જુગાર ના અડ્ડાઓનું હબ બનાવી દીધું છે. રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર ને પણ દારૂ-જુગારના અડ્ડાઓના હપ્તા મળતા હોવાથી આ દારૂ-જુગારના અડ્ડાઓ દેખાતા નથી.

પોલીસ કમિશ્નર શ્રી ને દોરવામાં આવે છે ગેરમાર્ગે

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી અને ઝોન 5, ડી.સી.પી. ની બદલી તથા જ રામોલ પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદાર એવા મહેન્દ્રસિંહ રામોલ વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવવા સક્રિય થઇ ગયા હતા. અને નવા નિમણુંક પામેલા ઝોન 5 ડી.સી.પી. સાહેબ ને ગેરમાર્ગે દોરી કે રામોલ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના દારૂ-જુગારના અડ્ડાઓ ચાલતા નથી. અને ડી.સી.પી. સ્કોડ ના માણસો ને સાથે રાખી રામોલ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ-જુગારના અડ્ડાઓ ચલાવે છે.

ઝોન 5 ડી.સી.પી. સ્કોડ અને પી.સી.બી. સ્કોડ છે નિષ્ક્રીય

રામોલ વિસ્તારના સ્થાનિક લોકોદ્વારા CN24NEWS નો સંપર્ક કરી સમગ્ર મામલાની જાણ કરી હતી. અને CN24NEWS દ્વારા રામોલ વિસ્તારમાં સમગ્ર દારૂ-જુગાર ના અડ્ડાઓ ઉપર સ્ટિંગ ઓપરેશન કરી સાચી વિગતો બહાર લાવવાનો પ્રયત્ન કરેલ છે. કે જે રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ને દેખાતા નથી.

રામોલ પોલીસ સ્ટેશન ની હદ માં ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓનું સ્ટિંગ ઓપરેશન જુઓ આવતા અહેવાલમાં 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular