કેરીની ગોટલી ફેકી ન દેતા કારણ કે, ગોટલી ખાવાથી થાય છે આટલા ફાયદા

0
56

હાલ કેરીની સીઝન ચાલી રહી છે. લોકો કેરી ખાય અને કેરીની ગોટલી લોકો ફેંકી દે છે પરંતુ શું તમે કેરીની ગોટલીના ફાયદા ખબર છે. તો આજે તમે તમને કેરીના ગોટલામાંથી થતા ફાયદા વિશે જણાવીશું કેરીમાંથી નીકળતી ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવાથી શરીરમાં વિટામીન બ-12ની કમીને દૂર કરી શકાય છે. આ ઉપરાંત કેરીમાંથી મળતું મેગ્નિફેરીન નામનું તત્ત્વ બ્લડમાં શુગરનું લેવલ નિયંત્રિત રાખવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ બાબતે કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધન પટેલનું કહેવું છે કે, 100 ગ્રામ કેરીની ગોટલીમાંથી 2 કિલો કેરીના રસ કરતાં પણ વધારે પોષક તત્ત્વો મળી રહે છે. કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ઓઇલ અને ફાઈટો કેમિકલ્સ છે. આ તમામ ઘટકો B-12 નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે.

ગોરધન પટેલનું કહેવું છે કે, માનવ શરીર માટે જરૂરી એવા 20 જેટલા એસિડમાંથી 9 એસિડ શરીરમાં બનતું નથી અને આ નવ એસિડમાં ફીનાઇલ એલનીન, વેલીન, થ્રિઓનીન, ટ્રિપટોફન, મેથેઓનીન, લ્યુસીન, આઈસોલ્યુસીન, લાયસિન અને હિસ્ટીડિનનો સમાવેશ થાય છે.

 

કેરીની ગોટલીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. એમિનો એસિડમાંથી તૈયાર થતા પ્રોટીન શારીરની દરેક ક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા એમિનો એસિડની ચેઇન પ્રોટીન જ છે અને શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનથી બનેલા હોય છે. કેરીની ગોટલીમાંથી વિટામીન C, K અને E મળે છે જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટિઓક્સિડન્ટ તરીકે ભૂમિકા ભજવે છે. કેરીની ગોટલીમાંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જસત અને મેંગેનીઝ જેવા ખનિજ તત્ત્વો પણ મળી રહે છે. કહી શકાય કે, કાજુ બદામ કરતા પણ વધારે પોષક તત્ત્વો કેરીની ગોટલીમાં રહેલા છે અને કેરીની ગોટલી ખાવાથી શરીરમાં ચરબી પણ વધતી નથી. કેરીની ગોટલીમા સ્ટર્સના રૂપમાં કાર્બોહાઈડ્રેટ હોવાથી તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ કરી શકાય છે. તો બીજીતરફ મેગ્નિફેરીન નામનું ઘટક હોવાથી તે ડાયાબિટીસ પર પણ અંકુશ રાખે છે. આ ઉપરાંત કેરીના આઇસો મેગ્નિફેરીન અને ફ્લેવોનાઇડ્સ જેવા ઘટકો કેન્સર અને મેદસ્વીતા જેવા રોગો સામે પણ રક્ષણ આપવા સમર્થ છે.

આ બાબતે ડૉ. હરેશ કેહારિયાએ જણાવ્યું છે કે, આપણા આહારમાં પોલીસેકરાઈડના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે. આ સ્ટાર્ચનું વિઘટન થાય ત્યારે તેમાંથી સુગર અલગ પડે છે અને તે બ્લડમાં ભળે છે. આ માટે આંતરડાંમાં એમિલાઈઝ નામના પાચક રસો ઝરે છે. આ રસો સ્ટાર્ચમાંની સુગરને અલગ પાડવાનું કામ કરે છે પરંતું મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે, તેથી સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી. તેથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે. કેરીની ગોટલીની માફક કેરીની છાલમાં પણ મેન્ગીફેરિન છે. તેથી પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે તો તેનાથી ડાયાબિટીશના દર્દીઓને ફાયદો મળી શકે છે. છાલની સાથે શરીરના આંતરડાંમાં જતાં ફાઈબર પાચનની પ્રક્રિયાના સરળ બનાવે છે. શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here