Thursday, September 23, 2021
Homeસ્ટ્રેસથી દૂર રહેવા માટે લઇ શકો છો અમુક પ્રવૃત્તિઓની મદદ
Array

સ્ટ્રેસથી દૂર રહેવા માટે લઇ શકો છો અમુક પ્રવૃત્તિઓની મદદ

હાલ દર પાંચમાંથી એક વ્યક્તિ ચિંતાગ્રસ્ત છે. ચિંતામાંથી ધ્યાન ભટકાવવા માટે અમુક પ્રવૃત્તિની મદદ લઇ શકો છો. આ પ્રવૃત્તિથી સાંભળીને ભલે તમને નવાઈ લાગશે પણ તેનાથી ચિંતા દૂર કરવામાં ચોક્કસ મદદ મળશે.

ફર્નિચર સાફ કરો: 

ફર્નિચર રીઅરેન્જ કરતી વખતે તમને તમારી તકલીફનું કોઈક સોલ્યુશન મળી શકે છે. વસ્તુઓને અલગ રીતે જોવાથી તમને નિરાકરણ લાવવામાં મદદ મળી શકે છે.

શાકભાજી સાફ કરવી:

શાકભાજીમાંથી ખરાબ પાંદડા કાઢવા, નકામું શાક દૂર કરવું, શાક સમારવું આ બધી પ્રવૃત્તિથી તમે વ્યસ્ત રહેશો. તે ચિંતા અને સ્ટ્રેસ દૂર કરવામાં ઉપયોગી બ્રેક પણ છે.

વોર્ડરોબ ગોઠવો: 

જ્યારે તમે ઘરે હોવ અને જોઈ વાતની ચિંતા થતી હોય ત્યારે બીજા બધા કામ સાઈડમાં મૂકવા. મન શાંત કરવા અને વિચારો પર કંટ્રોલ કરવા વોર્ડરોબ નવેસરથી ગોઠવો.

ઈયરફોન સરખા કરો: 

ઈયરફોન એવી વસ્તુ છે જે તમે બધી જગ્યાએ લઇને જાઓ છો. તેવામાં ચિંતા વધે ઈયરફોન સરખા કરવાનું શરુ કરો. તમે આવું કરશો તો તમને પોતાને ખબર નહિ રહે કે તમે વિચારોમાંથી ક્યારે બહાર આવી જશો.

પોતાનો ડેસ્ક ગોઠવો:

ગંદા ડેસ્કથી તમારી ચિંતા વધી શકે છે અને પ્રોડક્ટિવિટી ઓછી થઇ શકે છે. ચિંતાઓથી દૂર રહેવા માટે ડેસ્ક સાફ અને વ્યવસ્થિત રાખો. નકામી વસ્તુઓ ડેસ્ક પરથી દૂર કરી દો. તમારે જે વસ્તુઓ વિચારવાની જરૂર છે તેની પર ધ્યાન આપી શકશો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments