PoK માં આતંકવાદી તાલીમ શિબિરો ધમધમે છે

0
46

નવી દિલ્હી તા. 10 ઓગસ્ટ 2019 શનિવાર

ભારતે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ રદ કર્યા બાદ એલઓસી પર વધેલા તનાવનો લાભ લઇને પાક કબજા હેઠળના કશ્મીરમાં ફરી ડઝનબંધ આતંકવાદી શિબિરો ધમધમી રહી હોવાની માહિતી ગુપ્તચર ખાતાને મળી હતી. ગુપ્તચર ખાતાએ જણાવ્યા મુજબ પાક કબજા હેઠળના કશ્મીરમાં કોટલી, રાવલકોટ, બાઘ અને મુઝફ્ફરાબાદમાં ફરી આતંકવાદી શિબિરો ધમધમતી થઇ ગઇ હતી. ગુપ્તચર ખાતાની આ માહિતી મળતાં સરહદ પર ભારતીય લશ્કરી ટુકડીઓને સાબદી કરી દેવામાં આવી હતી.

અત્રે એ યાદ રહે કે બે દિવસ પહેલાં પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને ધમકીના સૂરે કહ્યું હતું કે જમ્મુ કશ્મીરના મુદ્દે પુલવામા જેવા હુમલા ફરી વધી જાય તો એને માટે ઇસ્લામાબાદ જવાબદાર નહીં ગણાય. ઇમરાન ખાનના આ વિધાન પછી પાકિસ્તાની લશ્કર અને આઇએશઆઇએ જૈશ એ મુહમ્મદ અને લશ્કર એ તૈયબાને ફરી એમના શિબિરોને સક્રિય કરવાની પરવાનગી અને સહાય મળતી થઇ ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here