કોરોના અને ડાયાબિટીસ વચ્ચે છે જોખમી સંબંધ, શરીરના આ અંગ પર સૌથી વધુ અસર કરે છે ઘાતક વાયરસ

0
48

કોરોનાની ચેપી મહામારીના એક પછી એક ભયાનક ચહેરા સામે આવતા જાય છે. હવે ભારત સહિત વિશ્વભરના તબીબી વિજ્ઞાાનીઓ ભારપૂર્વક એમ કહે છે કે કોરોનાના ચેપને અને ડાયાબિટીસના દરદીઓ વચ્ચે જબરો જોખમી સંબંધ છે. તબીબી નિષ્ણાતો છેલ્લા સાતેક મહિનાથી એવો સંદોશો આપતા હતા કે ડાયાબિટીસના દરદીઓને કોરોનાનો ચેપ લાગતાનું ઘણું જોખમ છે. વળી પરિણામે ડાયાબિટીસના દરદીઓને ચેપ લાગે તો તેને એક કરતાં વધુ પ્રકારની સમસ્યાઓ પણ થાય છે

આ અંગ પર થાય છે કોરોનાની સૌથી વધુ અસર

તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ ડાયાબિટીસના દરદીને કોરોનાનો ચેપ લાગે તો સૌથી ગંભીર અસર દરદીના પેન્ક્રીયાઝ (સ્વાદુપીંડ)ને થાય છે. પરિણામે દરદીને હાયપર ગ્લાયસેમિયાની પણ ગંભીર અસર થાય છે. સરળ રીતે સમજીએ તો ડાયાબિટીસના દરદીના શરીરમાં શર્કરા (સુગર)ની માત્રા અતિશય વધી જાય..

ઇન્ડિયન કોલેજ ઓફ ફિઝિસિયન્સના ડોન અને જાણીતા એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. શશાંક જોશીએ કહ્યું હતું કે મુંબઈ સહિત અન્ય શહેરોની હોસ્પિટલમાં ડાયાબિટીસના ઘણા દરદીઓ ગંભીર હાલતમાં આવે છે. તે તબક્કે તેમના શરીરમાં સુગરનું પ્રમાણ ૪૦૦-૫૦૦ જેટલું એટલે કે અનિયંત્રિત હોય છે. આટલું જ નહીં, ડાયાબિટીસના અમુક દરદીઓને પેન્ક્રીયાટિક એન્ઝાયમ્સની સમસ્યા હોય છે. એટલે કે દરદીના સ્વાદુપીંડ પર સોજો આવી ગયો હોય અને તેમાં લોહીનો પ્રવાહ પણ વધી ગયો હોય.

તબીબી નિષ્ણાતો એમ કહે છે કે માનવ શરીરમાં પેનક્રીપાઝ (સ્વાદુપીંડ) નામની આંતરિક ગ્રંથીમાં ઇન્સ્યુલીન (કુદરતી શર્કરા) ઉત્પન્ન થાય છે. આ જ ઇન્સ્યુલીન લોહીમાંની શર્કરાની માત્રાને નિયંત્રણમાં રાખે છે. હવે નવા તબીબી અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોનાના ચેપની અસર સ્વાદુપીંડ પર પણ થાય છે.

કોરોના

કોરોનાની ડાયાબિટીસના દર્દીઓ પર થાય છે આવી અસર

સમગ્ર વિશ્વના ડાયાબિટીસ નિષ્ણાતોના એક જૂથે કોરોનાના ચેપ અને હાયપરગ્લાયસેમિયા વચ્ચેના સંબંધ વિશે અભ્યાસ શરૂ કર્યો છે. આ સમગ્ર પ્રક્રિયા કે અસરની નોંધ રાખી રહ્યા છે.ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રસિદ્ધ થયેલા ૧૭ ડોક્ટરોના જૂથના પ્રસિદ્ધ થયેલા પત્રમાં એઓ ઉલ્લેખ છે કે સાર્સ- કોવિડ-૨નો ચેપ ડાયાબિટીસના દરદીને કઈ કઈ રીતે અસર કરે છે તે વિશે હજી સુધી કોઈ નિશ્ચિત તારણ જાણવા મળ્યું નથી. અગાઉ થયેલા સંસોધનની વિગતો એમ કહે છે કે કોરોનાનો ચેપ માનવ શરીરના કોષમાં પ્રવેશ કરે છે. જોકે આ ચેપ ફક્ત ફેફસાંમાં જ નહીં, અન્ય અંગોમાં અને માંસપેશીઓમાં પણ પ્રવેશીને ચયાપચયની કુદરતી પ્રક્રિયાને ખોરવી નાખે છે. ઉદાહરણરૂપે નાનું આંતરડું, લીવર, કીડની અને સ્વાદુપીંડ વગેરે અંગોની કુદરતી પ્રક્રિયાને ખોરવી નાખે છે. સાથોસાથ શરીરમાંની શર્કરાની માત્રાને પણ ગંભીર અસર કરે છે.

ડો. શશાંક જોશીએ જણાવ્યું હતું કે દરદીના શરીરમાં રક્તમાંની શર્કરાના પ્રમાણમાં અસમતુલા થાય ત્યારે સમય જતા ડાયાબિટીસના દરદીની સમસ્યા શરૂ થાય.બીજી બાજુ ડો. હેમંત ઠાકર એમ પણ કહે છે કે માનવીના શરીરમાં કામચલાઉ રીતે શર્કરાની માત્રા વધી જાય તો તેને ડાયાબિટીસની અસર કે રોગ ન કહી શકાય. તે વ્યક્તિની છ મહિના અથવા તો વધુ સમય સુધી તબીબી તપાસ પણ થવી જોઈએ. ઉપરાંત કોવિડ-૧૯ ના ઘણાં દરદીઓમાં ડાયાબિટીસનું પ્રમામ (સ્યુગરની માત્રા) સંપૂર્ણ નિયંત્રણ હોવાનું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here