જામનગર : દેવુભાના ચોક વિસ્તારમાં બે માળનું મકાન અચાનક ધરાશાયી: બે લોકોના મોત

0
66

જામનગરમાં શાકમાર્કેટ પાસે આવેલા દેવુભાનાં ચોક વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે કાટમાળ નીચે હજી બેથી ત્રણ લોકો દબાયાની આશંકા છે જયારે ચાર જેટલા લોકોને બચાવી લેવમાં આવ્યાં છે. આ ઘટનાની જાણ થતાં 25 લોકોનો ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.સ્થાનિક પોલીસ પણ પહોંચી છે .

 

આ મકાનમાં સમારકામનું કામ ચાલી રહ્યું હોવાને કારણે મુસ્લિમ પરિવારની સાથે કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા. અહીં હજી બચાવની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ મકાન ધરાશાયી થતા તેના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસનાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ ઘર પાસે થોડી જ જગ્યા છે અને ઘણી મોટી માત્રામાં લોકો હોવાને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે

જામનગરના દેવુભાના ચોક મા એક મકાન ધરાસઈ
⭕મકાન ધરાસઈ થતા અંદર ત્રણ જણ ફસાયાની આશંકા
⭕ફાયર વિભાગને જાણ કરતા પહોંચું ઘટના સ્થળ પર
⭕ઘટના સ્થળ પર પહોંચી તુરંત ફસાયેલા લોકોને કાઢવા કવાયત હાથ ધરી
⭕મકાન ધરાસઈ થતા મોટી સંખ્યામાં લોકો પણ થયા એકઠા
શહેરમાં દેવુભા ના ચોક વિસ્તાર માં આજે  બપોરે એક વાગ્યાની આસપાસ  ત્રણ માળનું સમારકામ હેઠળ રહેલું મકાન તૂટી પડતા મકાન માલિક તથા કડિયા કામ કરનાર વ્યક્તિ સહીત ત્રણ લોકો ફસાયા હતા.જેમાં બે મહિલાઓને કાટમાળ પરથી સુરક્ષિત બહાર કઢાઈ જ્યારે એક વ્યક્તિ હજુ પણ કાટમાળમાં ફસાયેલી હોવાનું જાણવા મળી રહ્યું છે,જ્યારે ફાયર બ્રિગેડને ઘટના ની જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ કાટમાળ હેઠળ ફસાયેલા લોકો ને બચાવવા માટે NDRF ની ટીમ ની મદદ માંગી હોવાનું પણ જાણવા મળ્યું હતું. ઘટના ના પગલે આજુબાજુના રહેવાસીઓ ના ટોળા એકત્ર થયા હતા.આજુબાજુના અન્ય ત્રણ મકાનોને પણ નુકસાન. ખાલી કરાવાયા. મેયર તથા SP સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here