મિલિટરી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ટ્રમ્પની સાથે ‘ફૂટબોલ’ પણ છે

0
0

કોરોનાથી સંક્રમિત થયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાની વોલ્ટર રીડ મિલિટરી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

જોકે આ દરમિયાન પણ ટ્રમ્પની ફૂટબોલ તરીકે ઓળખાતી બેગ તેમની સાથે જ રહી છે.આ બેગમાં પરમાણુ હથિયાર લોન્ચ કરવા માટેના કોડવર્ડ હોવાનુ મનાય છે.ટ્રમ્પ જરુર પડે તો તેની મદદથી ગણતરીની મિનિટોમાં હોસ્પિટલમાં બેઠા બેઠા દુનિયાના કોઈ પણ દેશને તબાહ કરી શકે છે.

કોરોનાના પ્રોટોકોલ વચ્ચે પણ આ બેગ તેમનીસાથે રહી છે.હાલમાં ટ્રમ્પ વોલ્ટર રીડ હોસ્પિટલના પ્રેસિડેન્શિયલ સુટમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે જ્યારે પણ રાષ્ટ્રપતિ વ્હાઈટ હાઉસમાંથી નીકળે છે ત્યારે આ બેગ તેમની સાથે જ હોય છે.આ પરંપરા 1962થી શરુ થઈ છે.જ્યારે રશિયા અને અમેરિકા પરમાણુ યુધ્ધની નજીક આવી ગયા હતા.

ફૂટબોલ તરીકે ઓળખાતી બેગમાં શું છે તેની જાણકારી તો બહુ સાર્વજનિક થઈ નથી પણ આ બેગની બહારની તરફ એક નાનકડુ એન્ટેના પણ લાગેલુ દેખાતુ હોય છે.બેગમાં 75 પાનની એક બૂકલેટ છે.જેમાં રાષ્ટ્રપતિ માટે પરમાણુ હુમલો કરવાની જાણકારી હોય છે.લેમિનેટ કરેલુ એક કાર્ડ બેગમાં મુકેલુ હોય છે.બિસ્કિટ તરીકે ઓળખાતા કાર્ડમાં મિલિટરીના ટોચના અધિકારીઓના કોન્ટેક્ટ હોય છે.

1975માં આ બેગ એરફોર્સ વન વિમાનમાં જ રહી ગઈ હતી.બેગ ખોવાતા ભારે દોડધામ થઈ ગઈ હતી અને બાદમાં એરફોર્સ વન વિમાનથીમાં તે મળી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here