Friday, August 6, 2021
Homeવિધાનસભામાં સુધારા વિધેયક : ખોટા નામે જમીન પચાવી બીજાને વેચી દેનારા ભૂમાફિયાઓની...
Array

વિધાનસભામાં સુધારા વિધેયક : ખોટા નામે જમીન પચાવી બીજાને વેચી દેનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી, 7 વર્ષ કેદની સજા થશે

લોકોની ખોટા નામે જમીન પચાવી પાડીને બીજાને વેચાણ કરનાર ભૂમાફિયા તત્વો સામે વિધાનસભામાં સુધારા વિધેયક મુકાશે. તેના અંતર્ગત 7 વર્ષની કેદ અને મિલકતની બજાર કિંમત જેટલા દંડનું કડક સજાની જોગવાઈ કરાઈ છે. . જેને પગલે મિલકત ધારકો, સામાન્ય લોકો અને ખેડૂતના હકનું રક્ષણ થશે.

પાવર ઓ એટર્નીના દુરુપયોગ સામે કડક કાર્યવાહીનો મુખ્યમંત્રીનો નિર્ધાર

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સામાન્ય નાગરિક, ખેડૂત કે સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે જાહેર ટ્રસ્ટો-ધર્મસ્થાનકોની માલિકીની જમીન-મિલ્કત છેતરપિંડીથી હડપ કરનારા ભૂમાફિયા તત્વો સામે સખ્ત હાથે કામ લેવાનો અડગ નિર્ધાર કર્યો છે. આ માટે દસ્તાવેજ નોંધણી કામગીરી ચોકસાઇપૂર્ણ, પારદર્શી અને ભુલચૂક વગરની સરળ બનાવવા ભારતીય રજીસ્ટ્રેશન અધિનિયમ 1908ની કેટલીક જોગવાઇઓમાં સુધારા સૂચવતું ગુજરાત સુધારા વિધેયક 7/2020 જે વિધાનસભામાં મૂકાયું છે. તે આગામી વિધાનસભા સત્રમાં ચર્ચાને અંતે મંજૂર કરી કાયદો બનાવવાનો નિર્ણય કર્યો છે.

જમીન કે મિલકતના હક માટે ઓનલાઈન નોઁધણી પ્રક્રિયા

છેલ્લા બે દાયકામાં ગુજરાતના સર્વાંગી વિકાસને કારણે રાજ્યમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જરૂરી માળખું ઉભુ કરવા જમીનની માંગમાં પણ ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થતાં જમીનના બજાર મુલ્યમાં વધારો થયો છે. ત્યારે જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્વો દ્વારા આ પરિસ્થિતિનો લાભ લઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી નાગરિકોની, ખેડૂતોની કે રાજ્ય સરકારની માલિકીની કે સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી, ગુનાહિત ધાક-ધમકીથી કે છેતરપિંડીથી બનાવટી દસ્તાવેજો ઉભા કરી ગેરકાયદેસર કબ્જો જમાવી લે છે. કેટલાક કિસ્સામાં વહીવટી તંત્ર સાથે મેળાપણું કરી આવી જમીન પચાવી પાડી અન્યોના નામે તબદીલ કરાવી, વેચાણ કરાવી તેમજ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. આ બધી જ પ્રવૃત્તિઓને ડામી દેવા તેમજ મિલ્કતના કાયદેસરના અને સાચા માલિકના હિત જાળવવા હવે આવી મિલ્કતોના દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયાઓ સરળ, પારદર્શી અને ટેક્નોલોજીયુકત ઓનલાઇન બનાવાશે.

સુધારા વિધેયકમાં ખાસ શું છે?

  • દસ્તાવેજ નોંધણીની કામગીરી પારદર્શી-સરળ-ચોકસાઇપૂર્ણ બનાવાશે
  • ભૂમાફિયાઓ મિલકત ધારકોની મિલકત હવે છેતરપિંડીથી હડપ નહીં કરી શકે
  • મિલકત ધારકોના-સામાન્ય માનવીના-ખેડૂતના હકોના રક્ષણ માટે મુખ્યમંત્રીની પ્રતિબદ્ધતા
  • સામાન્ય નાગરિક જો ઇચ્છે તો કોઇ વકીલ-દસ્તાવેજ લખનારની મદદ વગર પોતાની જાતે જ ઓનલાઇન દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરી શકશે
  • ભળતી વ્યકિત-ખોટી વ્યકિત દસ્તાવેજ નોંધણી નહીં કરાવી શકેઞ
  • ઇલેક્ટ્રોનિક માધ્યમથી દાબ-દબાણ કે છેતરપિંડીથી દસ્તાવેજ પર રોક લાગશે
  • દસ્તાવેજ બનાવવાના ખર્ચ-સમયની બચત થશે
  • દસ્તાવેજ નોંધણી માટે રજૂ કરતી વખતે પોતે મિલકત માલિક હોવાના આધાર-પુરાવા રજૂ કરવા પડશે
  • ખોટી વિગતો આપનાર-પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરનાર-દાબ-દબાણથી-છેતરપિંડીથી દસ્તાવેજ કરનારને 7 વર્ષની કેદ-મિલકતની બજાર કિંમત જેટલા દંડની કડક સજા થશે
  • સાચા મિલકત માલિકની ઓળખ સરળ બનશે
  • સરકારી-જાહેર સંસ્થાની-શૈક્ષણિક સંસ્થા-ધર્માદા ચેરિટેબલ ટ્રસ્ટની મિલકત વેચાણ વ્યવહાર માટે અધિકૃત વ્યકિતને સક્ષમ અધિકારીની પૂર્વમંજૂરી આવશ્યક.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments