મહેબૂબા મુફ્તીનું ભડકાઉ નિવેદન – હથિયાર ઉઠાવવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી

0
5

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કલમ 370 ના મુદ્દે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આજે ખીણમાં યુવાનો પાસે નોકરી નથી, તેથી તેમની પાસે હથિયાર ઉપાડવા સિવાય કોઈ વિકલ્પ નથી. આતંકવાદીઓના કેમ્પમાં ભરતીઓ વધવા માંડી છે. મહેબૂબા મુફ્તીના આ નિવેદન બાદ ભારે વિવાદ સર્જાયો છે.

પીડીપી નેતાએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી જમ્મુ-કાશ્મીરની જમીન વેચવા માંગે છે, આજે બહારથી લોકો અહીં કામ કરે છે પણ અમારા બાળકોને નોકરી નથી મળી રહી.

વિવાદિત નિવેદન આપતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ ભાજપની દાનત જમ્મુ અને કાશ્મીરની જમીન અને નોકરીઓ છીનવી લેવાની છે. તેમણે કહ્યું કે ‘ડોગરા સંસ્કૃતિને બચાવવા માટે કલમ 370 હતી. ક્યાંક ડોગરા સંસ્કૃતિ જ લુપ્ત ન થઈ જાય. મુલ્કનો ઝંડો હોય કે જમ્મુ કાશ્મીરનો ઝંડો હોય. તે અમને બંધારણે આપ્યો હતો. તેમણે અમારી પાસેથી તે ઝંડો છીનવી લીધો.’

ભડકાઉ નિવેદન આપતા પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ‘આજે તેમનો (BJP) સમય છે. કાલે અમારો આવશે. તેમના પણ ટ્રમ્પ જેવા હાલ થશે. બોર્ડર્સના રસ્તા ખુલવા જોઈએ. જમ્મુ અને કાશ્મીર બંને દેશો વચ્ચે અમનનો પુલ બને. અમારો ઝંડો અમને પાછો આપી દો. અમે ચૂંટણી ભેગા લડીએ છીએ. જમ્મુ અને કાશ્મીરના ટુકડા કરી દીધા. આ તાકાતોને દૂર કરવા માટે અમે હાથ મિલાવ્યા છે.બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ આરજેડી નેતા તેજશ્વી યાદવની પ્રશંસામાં મોટેથી વાંચ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here