દૂધ અને દૂધની પ્રોડકટસની કોઈ તંગી નથી અને સમગ્ર દેશમાં પુરવઠો સામાન્ય રહેશે: અમૂલ

0
21

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને (GCMMF) રવિવારના રોજ જણાવ્યું હતું કે દૂધની કોઈ તંગી નથી.  ફેડરેશને ગ્રાહકોને અનુરોધ કર્યો છે કે ગભરાટમાં દૂધ કે દૂધની પ્રોડકટસની ખરીદી કરવાની કોઈ જરૂર નથી. GCMMFના મેનેજીંગ ડિરેકટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું  કે, કોરોના વાયરસને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં દૂધની ઉપલબ્ધિને કોઈ અસર થઈ નથી. ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, યુપી હોય કે પંજાબ, અમારા દૂધની ઉપલબ્ધિ યથાવત છે. હકિકતમાં ગયા અઠવાડીયે અમારા દૂધની ઉપલબ્ધિમાં 10થી 12 ટકાનો વધારો થયો છે. અમે અમારા દેશભરના ગ્રાહકોને ખાત્રી આપીએ છીએ કે દૂધનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઉપલબ્ધ રહેશે.

દુધના પુરવઠાને લઈને ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી

સોઢીએ ગ્રાહકોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, દૂધ તથા દહી, ઘી વગેરેનુ ઉત્પાદન યથાવત છે તેની અમે ખાત્રી આપીએ છીએ. ગ્રાહકોએ ગભરાટમાં ખરીદી કરવાની કોઈ આવશ્યકતા નથી. દૂધ એ આવશ્યક ચીજ હોવાને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે દૂધની હેરફેર ઉપર કોઈ પ્રતિબંધ મુક્યો નથી.

અગાઉ પણ દુધની સપ્લાયને લઈને અફવાઓ ફેલાઈ હતી

સોશિયલ મીડિયામાં ગુરુવારે એવી વાત વહેતી થઈ હતી કે અમૂલ દ્વારા દૂધની ખરીદી બંધ કરવામાં આવશે તેમજ કંપનીના દેશભરમાં ચિલીંગ સેન્ટર અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવશે. આ અફવાની વાત અમૂલના ધ્યાને આવતા કંપનીએ ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી કે આ વાત સંપૂર્ણ ખોટી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here