ઘાટીમાં મોટો આતંકી હુમલો થઇ શકે છે, NSA ની બેઠક

0
19

જમ્મુ કાશ્મીરમાં સરકારે પેરામિલીટ્રી જવાનોની 100 ટુકડીઓના 10000 જવાનો અને સેનાનાં અધિકારીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે. ત્યારપછી ઘાટીમાં રાજનૈતિક દળો અને અલગાવવાદીઓમાં હડકંપ મચી ગયો છે. સરકારના ઉપરી સૂત્રો અનુસાર ઘાટીમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન મોટા આતંકી હુમલાની ફિરાકમાં છે, તેના કારણે સરકારે ઘાટીમાં વધારે સુરક્ષાબળોને ગોઠવી દીધા છે.

જમ્મુ કાશ્મીર
અજિત ડોવાલે બે દિવસનો પ્રવાસ કર્યો હતો

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે આ સંદર્ભે બેઠક યોજી હતી, આ બેઠક જમ્મુ-કાશ્મીરમાં કાઉન્ટર ટેરરિઝમ ગ્રીડ અંગે હતી. ખીણમાં, મોટા આતંકી હુમલાના ઇનપુટ્સ પ્રાપ્ત થયા છે, ત્યારબાદ રાજ્યના આતંકી હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવવા અર્ધ લશ્કરી સૈનિકોની વધારાની ટુકડી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ એનએસએ અજિત ડોવલ જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાત બાદ પરત ફર્યા છે. જે બાદ, 10000 વધારાના જવાનો અને અર્ધલશ્કરી દળના અધિકારીઓને ખીણમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહેબુબા મુફ્તીએ ચિંતા વ્યક્ત કરી

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકારની ખીણમાં 10,000 સૈનિકોને તૈનાત કરવાના નિર્ણયથી લોકોના મનમાં ભયનો માહોલ સર્જાયો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે જમ્મુ-કાશ્મીર એક રાજકીય મુદ્દો છે જેનો લશ્કરી પદ્ધતિઓ દ્વારા નિરાકરણ લાવવામાં આવશે નહીં. તેમણે તેમને કહ્યું કે કેન્દ્ર સરકારે ફરીથી વિચાર કરવો જોઇએ અને તેની નીતિમાં સુધારો કરવો જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here