ક્રિકેટ : BCCIએ કહ્યું કે, એશિયા ઇલેવનમાં પાકિસ્તાનનો કોઈપણ ખેલાડી હોવો જોઈએ નહીં, ભારતના પાંચ પ્લેયર રમશે

0
31

સ્પોર્ટ્સ ડેસ્ક: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ માર્ચમાં એશિયા અને વર્લ્ડ ઇલેવન વચ્ચેની બે મેચની યજમાની કરશે. તેનું આયોજન બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજિબ ઉર રહેમાનની જન્મ શતાબ્દીના અવસર પર કરવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બંને મેચને ઇન્ટરનેશનલ સ્ટેટ્સ આપવાનું નક્કી કર્યું છે. એશિયા ઇલેવનમાં પાંચ ભારતીય ખેલાડી હશે, તે સાથે બીસીસીઆઈએ પણ કહી દીધું છે કે એશિયા ઇલેવનની ટીમમાં કોઈ પાકિસ્તાની પ્લેયર હોવો જોઈએ નહીં. આ મેચ 18 અને 21 માર્ચના રોજ મીરપુરમાં રમાશે.

ન્યૂઝ એજેન્સી સાથેની વાતચીતમાં સંયુક્ત સચિવ જયેશ જોર્જે કહ્યું હતું કે, એવી સ્થિતિ નહીં થાય કે જ્યાં ભારત અને પાકિસ્તાનના પ્લેયર્સ એક સાથે રમશે કારણકે એશિયા ઇલેવનમાં કોઈપણ પાકિસ્તાની ખેલાડીને સ્થાન મળશે નહીં. જોર્જ અનુસાર, અમે નક્કી કરીશું કે એશિયા ઇલેવનમાં કોઈ પાકિસ્તાની પ્લેયર ન હોય. સૌરવ ગાંગુલી ખેલાડીઓના નામ નક્કી કરશે જે એશિયા ઇલેવન વતી રમશે.

તાજેતરમાં શ્રીલંકાની ટીમના પાકિસ્તાન પ્રવાસ પછી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન મનીએ ભારતની સરખામણીએ પાકિસ્તાનને વધારે સુરક્ષિત દેશ કહ્યું હતું. જવાબમાં બીસીસીઆઈના ઉપાધ્યક્ષ મહિમ વર્માએ કહ્યું કે, પાકિસ્તાન પહેલા પોતાના દેશમાં જોવે. અમને અમારા દેશની સુરક્ષા કરતા આવડે છે. પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર રાશિદ લતીફે ગાંગુલીના એક નિવેદન પર ટિપ્પણી કરી હતી જેમાં ગાંગુલી ચાર દેશની વનડે સુપર સીરિઝ રમાડવાની વાત કરે છે. રાશિદે કહ્યું કે, આ ચાર મજબૂત દેશને એકસાથે લાવવાનો પ્રયત્ન છે અને પૂરી રીતે ફ્લોપ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here