ડ્રગ્સ કેસમાં ફસાયેલા અર્જુન રામપાલના સ્ટેટમેન્ટમાં અંતર જોવા મળ્યું

0
0

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એક્ટર અર્જુન રામપાલની બે વખત પૂછપરછ કરી ચૂકી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર તેને ત્રીજી વખત પણ સવાલ -જવાબ માટે બોલાવી શકાય છે. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ તેના એક સ્ટેટમેન્ટમાં કહ્યું, ‘અમને અર્જુન રામપાલના સ્ટેટમેન્ટમાં અંતર જોવા મળ્યું છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. જરૂર પડશે તો અમે તેને ફરીવાર પૂછપરછ માટે બોલાવી શકીએ છીએ.’

બે વાર અર્જુનની પૂછપરછ થઇ ચૂકી છે…

NCBએ 9 નવેમ્બરે અર્જુન રામપાલના ઘરે રેડ પાડી હતી અને તેના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને જપ્ત કરી લીધા હતા. 13 નવેમ્બરે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો જેમાં તેની 7 કલાક પૂછપરછ થઇ હતી. ઇલેક્ટ્રોનિક ડિવાઇસના રિપોર્ટ્સ આવ્યા પછી 16 ડિસેમ્બરે રામપાલને ફરી સમન્સ મોકલવામાં આવ્યું હતું પણ તેણે થોડો સમય માગ્યો અને 21 ડિસેમ્બરે તપાસ એજન્સી સામે હાજર થયો. બીજી વખત તેની અંદાજે 6 કલાક પૂછપરછ ચાલી હતી.

અર્જુનના ઘરેથી બેન દવાઓ મળી હતી

NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર, રામપાલના ઘરેથી અમુક બેન દવાઓ મળી હતી. જોકે, પહેલીવાર થયેલી પૂછપરછને લઈને NCBના કોઈ ઓફિસરે સ્ટેટમેન્ટ આપ્યું નથી. આ વચ્ચે NCB એક્ટરના એક સંબંધીના હવાલે જણાવ્યું કે તેમણે દિલ્હીના મનોચિકિત્સક ડોક્ટર રોહિત ગર્ગ પાસે સીડેટિવ ડ્રગ ક્લોઝેપામના બેકેડેટનું પ્રિસ્ક્રિપ્શન બનાવડાવ્યું હતું, જે અર્જુનના ઘર પર મળ્યું છે.

આ દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ મેડિકલ સ્ટોરથી લઇ શકાય છે. NCBએ ડોક્ટરનો સંપર્ક કર્યો અને સ્ટેટમેન્ટ પણ લીધું. રામપાલને પ્રિસ્ક્રિપ્શન લખવા માટે મુંબઈના પણ એક ડોક્ટરનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. ડોક્ટર્સના સ્ટેટમેન્ટની ડિટેલ્સ હાલ સામે આવી નથી, પણ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તેના આધારે અર્જુન અરેસ્ટ થઇ શકે છે.

દીપિકાની ડ્રગ્સ ચેટમાં રામપાલનું નામ હોવાનો અંદાજો

દીપિકા પાદુકોણની ડ્રગ્સ ચેટનો ખુલાસો થયા બાદ NCBએ ગયા મહિને તેની પૂછપરછ કરી હતી. દીપિકાની ચેટમાં A નામના વ્યક્તિનો ઉલ્લેખ હતો, અંદાજો લગાવવામાં આવ્યો છે કે A એટલે કે અર્જુન રામપાલ હોય શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here